રાજકોટ શહેરમાં ૨૯ ઑક્ટોબરે મધરાત્રે ૩:૩૦ વાગ્યે મંગળારોડ પર નામચીન પેંડા અને મૂરધા ગેંગ વચ્ચે ધાણીફૂટ સામસામે ફાયરિંગ બાદ બંને ગેંગ સામે ગુનો નોંધાયા બાદ પેંડા ગેંગના 17 આરોપી સામે ગુજસીટોકનો ગુનો નોંધી આરોપીઓની ધડપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ આ ગુનામાં જ સંડોવાયેલા મુરઘા ગેગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘા સહિતની ત્રિપુટી ને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે આડેધડ સામસામા ફાયરિંગના બનાવવામાં બંને ગેંગ સામે ગુનો નોંધાયા બાદ પેંડા ગેંગના 17 સામે ગુજસીટોક નો ગુનો નોંધી 15 આરોપીની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ પ્રકરણની પોલીસ કમિશનર દ્વારા એસઆઇટીની રચના કરી ડીસીપી જગદીશ બાંગરવાની આગેવાનીમાં એસીપી ક્રાઈમ બી બી બસીયા ને તપાસ સોપવામાં આવ્યા બાદ આ પ્રકરણમાં મુરઘા ગેંગના ભૂગર્ભમાં ઊતરી ગયેલા મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘા સહિતના આરોપીઓને ઝડપી લેવા ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી ટીમો રાત દિવસ એક કરી રહી હતી.
તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે મુરઘા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘા, શાહ નવાજ અબ્દુલ્લા ધાડા અને સોહીલ સિકંદર ચાનીયા ને રાજકોટમાંથી જ ઝડપી લીધા હતા અને ઝડપાયેલા આરોપી ની યુક્તિ પ્રયુક્તિ થી પૂછપરછ હાથ ધરી ખાસ આગતા સ્વાગત કરવામાં આવતા આરોપી રીતસર ના ભાંભરડા નાખી ગયા હતા.
અગાઉ સમીર ઉર્ફે મુરઘા એ હથિયાર સાચવવા આપેલ જંગલેશ્વરના મુર્ગા ગેંગના સાગરીત એવા અરમાન ઉર્ફે ચક્કી કાસમભાઈ સાંધને ઝડપી લીધો હતો.