ક્રાઈમ બ્રાંચે ૨૯ ચોરાઉ સાયકલ સાથે બેલડી પકડી, હવે ફરિયાદીને શોધવાનાં

  • December 26, 2023 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં અલગ–અલગ વિસ્તારોમાંથી ૧,૧૭,૪૯૯ની ૨૯ ચોરાઉ સાયકલો સાથે ક્રાઈમ બ્રાંચની ટીમે મનઠું ઉર્ફે મોન્ટુ નરેશભાઈ પ્રજાપતિ ઉ.વ.૪૦ રહે.લમીના ઢોળા પાસે મોટામવા તથા બાબરિયા કોલોનીમાં આહિર ચોક પાસે રહેતા ભગવાનદાસ લખુભાઈ કારિયા ઉ.વ.૪૯ને પકડી તો પાડયા છે પરંતુ સાયકલ ચોરીની ફરિયાદો જ નોંધાયેલી ન હોવાથી હવે ફરિયાદીઓને શોધવા જેવું થઈ પડયું છે.
બન્ને શખસો દોઢ માસ પૂર્વે તાલુકા પોલીસના હાથે ૫૩ સાયકલ ચોરીમાં પકડાયા હતા. હમ નહીં સુધરેંગેની માફક છૂટયા બાદ ફરી એને એજ ધંધો સાયકલો ઉઠાવી લેતાં. ૨૦૦, ૫૦૦માં વેચીને મોજમજામાં નાણા વાપરી નાખતા હતા. ખરેખર પોલીસ ફરિયાદ લેતી નથી અથવા તો બીલ માગે પુરાવાના અભાવે ફરિયાદી ફરિયાદ કરવાનું ટાળતા રહે છે.


રવિવારીની બજારમાં ચોરાઉ સાયકલો, પોલીસની નજર જરૂરી
આજીડેમ ચોકડી પાસે રવિવારી બજાર ભરાય છે. ત્યાં સારી–સારી કિંમતી સાયકલો ગુજરીના નામે સાવ પાણીના ભાવે વેચાય છે. કહેવાયા છે કે, ચોરાઉ સાયકલો અહીં પહોંચે છે અને જે ભાગ મળે એ ૨૦–૨૦ હજારની કિંમતની સાયકલો ૧૦૦૦, ૨૦૦૦માં મળી જતી હોય છે. મહત્તમ સાયકલો ચોરાઉ હોવાનું જાણકારોનું કહેવું છે. પોલીસ ગુજરી બજારમાં વોચ રાખે તો આવુ ઘણું પકડાઈ શકે તેમ છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application