શહેરના જામનગર રોડ પર ક્રાઇમ બ્રાંચની ટીમે દા ભરેલી રીક્ષા ઝડપી લીધી હતી. પોલીસે રિક્ષામાંથી પિયા ૮૬,૪૦૦ નો દાનો જથ્થો કબજે કરી રાજકોટના મોરબી રોડ પર રહેતા શખસ અને એક રાજસ્થાની શખસને ઝડપી લીધો હતો. યારે પૂછતાછમાં રાજકોટના અન્ય એક શખસનું નામ ખુલ્યું હતું. પોલીસે દાનો આ જથ્થો અને રીક્ષા સહિત પિયા ૨.૫૩ લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલીયા અને એમ.એલ ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એન. પરમાર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઇ હરદેવસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ ગોપાલભાઈ પાટીલ અને અર્જુનભાઈ ડવને મળેલી બાતમીના આધારે જામનગર રોડ પર ડા પોસ્ટ ઓફિસ પાસે એક શંકાસ્પદ રિક્ષાને અટકાવી હતી. પોલીસે આ રીક્ષામાં તપાસ કરતા ઓફિસર ચોઈસ કલાસિક વિસ્કીના ૫૭૬ ચપલા મળી આવ્યા હતા. જેથી પોલીસે રિક્ષામાં સવાર દિનેશ વિજયભાઈ ગોસ્વામી (ઉ.વ ૩૨ રહે. જય જવાન જય કિસાન સોસાયટી શેરી નંબર–૪ મોરબી રોડ) અને જીતેન્દ્ર દેવીલાલ પાલીવાલ (ઉ.વ ૩૧ રહે.ખેડી તા.નાથદ્રારા,રાજસ્થાન)ને ઝડપી લીધા હતા પોલીસે દાનો આ જથ્થો અને રીક્ષા તથા મોબાઈલ સહિત કુલ પિયા ૨,૫૩,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
દાના જથ્થા સાથે ઝડપાયેલા બંને શખસોની પૂછતાછ કરતા આ માલ રાજકોટના જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતા સાજીદ અલ્લારખાભાઈ લંજાનો હોવાનું માલુમ પડું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી દિનેશ સામે અગાઉ બી ડિવિઝનમાં દાનું ગુનો નોંધાઈ ચૂકયો છે. યારે જીતેન્દ્ર સામે રાજકોટના ડીસીબી,બી ડિવિઝન અને તાલુકા પોલીસ સ્ટેશન તેમજ ચિલોડા, શામળાજી પોલીસ સ્ટેશનમાં મળી દાના કુલ સાત ગુના નોંધાઈ ચૂકયા છે. તેમજ અન્ય આરોપી સાજીદ સામે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં દાના બે ગુના નોંધાઈ ચૂકયા હોવાનું માલુમ પડું છે. પોલીસે આરોપી સાજીદને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech