BREAKING NEWS

કેન્દ્રીય વિદ્યાલયમાં 23. 83 લાખની ઉચાપત કરનાર દેવેન્દ્ર ગણાત્રા સામે નોંધાયો ગુનો

  • December 10, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલયના સીનીયર સેક્રેટરીયટ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ વિદ્યાલયના આચાર્ય અને શિક્ષકની બોગસ સહિઓ કરી કેન્દ્રીય વિદ્યાલયની બેંકમાં જમા પડેલ રકમ ૨૩.૮૩ લાખની ઉચાપત કરી હોવાનું હેડ ઓફિસ અમદાવાદ એ ધ્યાને મુકતા કર્મચારીનું ઉચાપત કાંડ સામે આવતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરની કેન્દ્રીય વિદ્યાલય કેમ્પસમાં રહેતા અને ત્યાં જ આચાર્ય તરીકે ફરજ બજાવતા ગંગારામ જોહરીલાલ મીણાએ યુનિ.પોલીસમાં વિદ્યાલયમાં સીનીયર સેક્રેટરીયટ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દેવેન્દ્ર ગણાત્રા સામે નોંધાવેલ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે શાળાનું યુનિયન બેંક તથા સ્કૂલ ફંડ એકાઉન્ટ અને વિકાસ નીધી એકાઉન્ટ સહિતમાં ખાતા હોય જેના તમામ નાણાકીય વ્યવહાર દેવેન્દ્ર ગણાત્રા સંભાળતા હોય છે.જે લેવડ દેવડ કરવા ફરિયાદી અને ટીચર તરીકે નોકરી કરતા ગૌતમભાઈ તેજાભાઈ પરમારની સહિઓ ચેકોમાં જરૂરી હોય છે.

ગત.તા.૨૧ના અમદાવાદ રીઝનલ ઓફિસથી ફોન આવ્યો અને જણાવેલ કે તમારા બેંક ખાતામાંથી મોટા પ્રમાણમાં પૈસાની ટ્રાન્સફર થાય છે,જે અંગે અમને તપાસવાનું કહેલ જેથી દેવેન્દ્ર ગણાત્રાને પૂછતા તેણે એક પત્રમાં જણાવેલ કે ઓકટોમ્બર માસમાં એમએસ પોર્ટેબલ કનસડનસીને પૈસા ટ્રાન્સફર કરેલ બાદ કહ્યું કે બેંકની ભૂલ છે.

તે અંગેનો બેંકના સ્ટેમ્પ વાળો લેટર વોટ્સએપમાં મોકલેલ જે લેટર બેંકમાં ખરાઈ કરાવતા જાણ થઈ કે તે બોગસ જેથી સ્ટેટમેન્ટ તપાસતા દેવેન્દ્રએ અમારી બોગસ સહિઓ કરી કુલ રૂ.૨૩.૮૩ લાખની ઉચાપત કરી હોવાનું ધ્યાને આવતાનું જણાવતા યુનિવર્સિટી પોલીસે ગુનોનોંધી વધુ તપાસ હાથ ધરી છે.


ઊંડાણ પૂર્વક તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેવી આશંકા

રાજકોટ શહેરની કેન્દ્રીય વિદ્યાલયમાં સેક્રેટેરિયસ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો દેવેન્દ્ર ગણાત્રા વર્ષોથી આ જગ્યા પર હોવાનું અને વિદ્યાલયમાં પણ તેની કાર્યશૈલી શંકાસ્પદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે એટલું જ નહીં જો આ પ્રકરણમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે તો મોટું આર્થિક કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application