BREAKING NEWS

અટલ સરોવરમાં લાયસન્સ વગર સિક્યુરિટી ચલાવતા એજન્સી સંચાલક સામે ગુનો નોંધાયો

  • November 28, 2025 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી પ્રાઈવેટ સિકયુરીટી એજન્સીઓનો ફાટ્યો છે ત્યારે નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર અટલ સરોવરમાં ગેટ નં. ૧ પાસે સિકયુરીટી ગાર્ડની શહેર એસોજી બ્રાન્ચે પૂછપરછ હાથ ધરતા નાનામાંવા વિસ્તારનો એક શખ્સ સિક્યુરિટી લાઇસન્સ વગર ગેરકાયદેસર ગાડ રાખ્યાનું સામે આવતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર એસઓજીના પીઆઈ એસ.એમ જાડેજા ની સૂચનાથી એસ ઓ જી નો સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યો હતો ત્યારે મળેલ હકીકતના આધારે નવા રેસકોર્સ નજીક અટલ સરોવર ખાતે સિકયુરીટી એજન્સીના સંચાલક લાયસન્સ વગર સિકયુરીટી એજન્સી ચલાવતા હોવાનું ધ્યાને આવતા એસઓજીના સ્ટાફે અટલ સરોવર ગેટ નં. ૧ પાસે જઈ ત્યાં હાજર સિકયુરીટી ગાર્ડની પુછપરછ કરતાં તેણે પોતાનું નામ રફિક ધોરા ઉ.વ.૪૫, રહે. નાનામવા સર્કલ, આવાસ યોજના કવાર્ટર હોવાનું જણાવ્યું હતું.

તેની પુછપરછ દરમ્યાન વન-મેન બાઉન્સર સિકયુરીટી એજન્સીના સંચાલક ઈમ્તિયાઝ બેલીમ રહે નાનામવા સર્કલ વાળાની સિકયુરીટી એજન્સીમાં અટલ સરોવર ખાતે દિવસના ૫૦૦ના રોજથી છેલ્લા છ એક માસથી નોકરી કરતા હોવાનું અને બપોરે ૩ થી રાત્રે ૯ સુધી નોકરીનો સમય હોવાનું જણાવ્યું હતું.

આથી સંચાલક ઈમ્તિયાઝ સાથે ફોન પર વાતચીત કરતાં તેની પાસે લાયસન્સ નહીં હોવાનું જણાવતાં તેની સામે યુનિવર્સિટી પોલીસ મથક માં ગેરકાયદેસર સિક્યુરિટી એજન્સી ચલાવવા બાબતે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરી હતી.



લાયસન્સ વગર ચાલતી સિક્યુરિટી એજન્સીઓ સામે ચેકિંગ જરૂરી

રાજકોટમાં ઘણા વર્ષોથી ગેરકાયદેસર સિક્યુરિટી એજન્સી ચલાવતા સ્થાનિક તેમજ પર પ્રાંતિય સંચાલકો નો રાફડો ફાટ્યો છે જેના કારણે કાયદેસર સિક્યુરિટી ચલાવતી એજન્સીઓને મોટી નુકસાની તો ભોગવી પડે જ છે પરંતુ નીતિ નિયમનું પણ પાલન કરવું પડતું હોય છે ત્યારે ગેરકાયદેસર સિક્યુરિટી કોઈપણ અમલવારી કર્યા વગર સિક્યુરિટી રાખી કામ ચલાવતા હોય જેથી એસઓજીએ આ અંગે ત્વરીતે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application