કોડીનાર તાલુકાની શિંગોડા નદી પર આવેલા સુપ્રસિદ્ધ જમજીર ધોધ ખાતે પ્રતિબધં હોવા છતાં જીવના જોખમે સોશિયલ મીડિયા માટે વીડિયો (રીલ્સ) બનાવવાનો ક્રેઝ પાંચ યુવકોને ભારે પડો છે. અખબારી અહેવાલોના તીખા પડઘા બાદ વહીવટી તત્રં અને પોલીસ સફાળી જાગી છે. ગીર સોમનાથ જિલ્લ ા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો સરેઆમ ભગં કરવા બદલ કોડીનાર પોલીસ મથકમાં પાંચેય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ અંતર્ગત ધોરણસરનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પાંચ શખ્સોએ જાહેરનામાની ઐસીતૈસી કરીને ધોધના જોખમી પાણી માં ઉપર થી કૂદી ન્હાતા હોય તેવી રીલ્સ બનાવી હતી. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ આઇડી પર અપલોડ કરી વાયરલ કરવામાં આવ્યો હતો, જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જે અંગે મીડિયામાં અને અખબારોમાં અહેવાલો પ્રસિદ્ધ થતા આ ગંભીર બાબત તંત્રના ધ્યાનમાં આવતાં સદરહત્પં ઈસમો સામે કોડીનાર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વાલાભાઈ પરમારની ફરિયાદના આધારે જાહેરનામા ભગં બદલ સોયેબ રફીક દરજાદા (રહે. વલાદર, તા. કોડીનાર), મુસ્તફા ઉર્ફે મુન્નો કરીમભાઈ મકવાણા (રહે. વલાદર, તા. કોડીનાર), શિરાજ શકિલતભાઈ બ્લોચ (રહે. ઉના), શાહીદ મહમદયુનુસ બ્લોચ (રહે. ઉના), સાબીર જુમાભાઈ ચાવડા (રહે.નવાબંદર, તા. ઉના) સામે ગીર સોમનાથના અધિક જિલ્લ ા મેજિસ્ટ્રેટ દ્રારા જાહેર કરાયેલા આખરી જાહેરનામાનો ભગં કરવા બદલ આ તમામ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ–૨૨૩ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ આર. વી. પરમાર દ્રારા ચલાવવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application