BREAKING NEWS

શાપરમાં રોડ પર રેંકડીમાં ફટાકડા વેચનાર શખસ સામે ગુનો નોંધાયો

  • October 11, 2025 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
હાલમાં દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે કેટલાક સ્થળોએ જાહેરમાં ફટાકડા વેચવામાં આવતા હોય જેને લઇ આગજની સહિતના બનાવો બનવાનો ખતરો રહેલો છે. જેથી જાહેરમાં લાઇસન્સ વગર ફટાકડાનું વેચાણ કરનાર શખસ સામે પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે શાપર પોલીસે મેઇન રોડ પર ઉમિયાજી ડરી સામેના રોડ પર રેંકડીમાં જાહેરમાં ફટાકડાનું વેચાણ કરનાર શખસને ઝડપી લઇ તેની પાસેથી રૂ.૬,૫૩૦ ના ફટાકડા કબજે કરી તેની સામે એક્સ્પ્લોઝીવ એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા આગામી દિવાળી તહેવાર દરમિયાન લોકના જાન માલની સલામતીને ધ્યાને લઇ તકેદારી રાખવા અને લોકોની સલામતી જોખામાઇ તેવું કોઇપણ કૃત્ય આચરનાર સામે કાયદેદરની કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસને સૂચના આપવામાં આવી છે. ત્યારે આ સૂચનાના અનુસંધાને ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આરી.બી.રાણા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી.


દરમિયાન શાપરમાં મેઇન રોડ પર ઉમિયાજી ડેરી સામે આવેલા રોડ પાસ એક શખસ રેંકડીમાં ફટકાડા વેચતો હોવાનું ધ્યાને આવતા પોલીસની ટીમે અહીં પહોંચી આ શખસની પુછતાછ કરતા તેનું નામ રવિ દેવરાજભાઇ સોલંકી(ઉ.વ ૨૭ રહે. વેરાવળ શીવનગર) હોવાનું જણાવ્યું હતું. આ શખસ કોઇપણ લાઇસન્સ વગર જાહેરમાં અલગ અલગ ફટકાડનું વેચાણ કરતો હોય પોલીસે રૂ.૬,૫૩૦ ની કિંમતના ફટાકડા કબજે કરી આ શખસ સામે જાહેરનામા ભંગ અને એક્સ્પ્લોઝીવ એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application