BREAKING NEWS

સાઇબર ફ્રોડમાં 92 હજાર બેન્ક એકાઉન્ટમાં જમા થતા ત્રિપુટી સામે ગુનો નોંધાયો

  • December 17, 2025 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજ્યભરમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે મામૂલી રકમ લઈ પોતાના બેન્ક એકાઉન્ટ ભાડે આપનારા સાયબર માફિયાઓ સામે "ઓપરેશન મ્યૂલ હંટ" અંતર્ગત રાજ્યભરમાં ઝુંબેશ શરૂ થઈ છે ત્યારે રાજકોટ સાયબર ક્રાઈમે અગાઉ 24 જેટલી ફરિયાદમાં 40થી વધુ આરોપી સામે કાર્યવાહી હાથ ધર્યા બાદ વધુ એક ગુનો દાખલ કરી ત્રિપુટી સામે 92000ના ફ્રોડના નાણા જમા અને ટ્રાન્સફર કર્યા અંગે ગુનો દાખલ કર્યો છે.


સાઇબર ક્રાઇમ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં સાયબર ફ્રોડમાં વધુ એક ત્રિપુટી સામે ગુનો દાખલ કર્યો હતો, જેમાં ત્રણ આરોપીઓ ના બેંક એકાઉન્ટમાં ફ્રોડના ૯૨ હજાર જમા કરાવી રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા અંગે હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ રવજીભાઈ સાવલિયાએ ફરિયાદ નોંધાવી હતી.


જે અંગે સાઇબર ક્રાઇમે રાજકોટના દૂધસાગર રોડ ભગવતી સોસાયટીમાં રહેતા સાહિલ કયુમભાઈ પઠાણ ના બેન્ક એકાઉન્ટમાં 1.86 લાખ ટ્રાન્સફર થયેલ હોય જે બાબતે સાહિલ ને ઝડપી તેની પૂછપરછ હાથ ધરતા આ નાણાં ગાડી લે વેચ નો ધંધો કરતા મિત્ર મકસુદ યુસુફભાઈ રાઠોડ રહે દૂધસાગર રોડ ભગવતી સોસાયટી વાળા એ એક ગાડી વેચી હોય તેના 1.86 લાખ સાહિલ પઠાણને કમિશનની લાલચ આપી રોડના નાણા તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.


તેવી સાયબર ક્રાઇમ પોલીસ સમક્ષ કબુલાત આપતા આરોપી મકસુદ રાઠોડ ની અટકાયત કરવા તેમજ અન્ય એક સાહિલના મિત્ર મોરબીના રવિ ગઢવીનું નામ સામે આવ્યું હતું જેના બેન્ક એકાઉન્ટ નો પણ ઉપયોગ થયો હોય આમ ત્રિપુટી સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


આ અંગેની કામગીરીમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ જે એમ કૈલા પીઆઇ ઝણકાટ, પીઆઇ બી બી જાડેજા, પીઆઇ ડોબરીયા, પીઆઇ ગિલવા, સહિતની જુદી જુદી ટીમ જોડાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application