રાજ્યભરમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે મામૂલી રકમ લઈ પોતાના બેન્ક એકાઉન્ટ ભાડે આપનારા સાયબર માફિયાઓ સામે ઓપરેશન મ્યૂલ હંટ અંતર્ગત રાજ્યભરમાં ઝુંબેશ શરૂ થઈ છે ત્યારે રાજકોટ જિલ્લામાં સાયબર ક્રાઈમ ફ્રોડ અંગે વિરપુર પોલીસ મથક માં 10.11, લાખના સાઇબરના ગુનામાં બેંક એકાઉન્ટ ભાડે આપનાર નવા ગામના શખ્સની ધરપકડ કરી હતી, જ્યારે ફ્રોડના નાણા સગેવગે કરનાર ચાપરાજપુરના શખ્સની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ વીરપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ ચાવડાએ આરોપી તરીકે ગોંડલ તાલુકાના નવાગામ રહેતા અને ફેબ્રિકેશનનો ધંધો કરતા હરીશ રમેશભાઈ વાગડિયા ઉંમર વર્ષ 32 અને બોરડી સમઢીયાળા રોડ ચાપરાજપુર માં રહેતા કેવલ જયંતીભાઈ સીતાપરા 28 વાળા સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ હાલ રાજ્યભરમાં "ઓપરેશન મ્યુલ હન્ટ" અંતર્ગત સાયબર ફ્રોડ આચરતા ગુનેગારો સામે ઝુંબેશ શરૂ થઈ છે ત્યારે ગોંડલ તાલુકાના નવા ગામના ફેબ્રિકેશનના ધંધાર્થી હરીશ રમેશભાઈ વાગડિયાના બેન્ક એકાઉન્ટ માં ફ્રોડના 10.11 લાખ જમા થયા હતા જે બેન્ક એકાઉન્ટ મામૂલી રકમ લઈ ભાડે આપ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરતા હરીશ વાગડીયાના બેન્ક એકાઉન્ટમાં ફ્રોડના જમા થયેલા નાણા સાઇબર ફ્રોડ માફીયાઓ વતી કામ કરતા સાગરીત જેતપુરના ચાપરાજપુર ગામે રહેતા કેવલ સીતાપરા હરીશ વાગડીયા ના બેન્ક એકાઉન્ટમાં જમા થયેલા ફ્રોડના નાણા 10.11 લાખ બેંકમાંથી એટીએમ તેમજ આરટીજીએસટી ટ્રાન્સફર કરાવ્યા નું ખુલતા તેની શોધખોળ શરૂ કરી છે.
આ અંગેની કામગીરીમાં એસજી રાઠોડ, હેડ કોન્સ્ટેબલ, ધર્મેન્દ્રભાઈ ચાવડા ,વિજયભાઈ ગોહેલ, મથુરભાઈ વાસાણી, કૌશિકભાઇ ચાચાપરા, નિશાંતભાઈ પરમાર, સહિતની ટીમ જોડાઈ હતી.