BREAKING NEWS

‘ભગીરથસિંહ જાડેજા’ના રાજમાં પોલીસના ‘ભગીરથ પ્રયાસો’થી ગુન્હાખોરી કાબુમાં!: રેન્જ આઇ.જી.

  • November 21, 2025 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં જૂનાગઢ રેન્જના  આઇ.જી.પી.એ જિલ્લા પોલીસનું ઇન્સ્પેકશન કર્યા બાદ યોજેલા લોકદરબારમાં પોરબંદરના એસ.પી. અને તેમની સમગ્ર ટીમના ભરપેટ વખાણ કરીને જણાવ્યુ હતુ કે  પોરબંદર જિલ્લામાં પોલીસ દ્વારા ટીમવર્કથી થતી કામગીરીને કારણે ગુન્હાખોરી કાબુમાં છે તેથી માત્ર પોલીસનો જ નહી પરંતુ પોરબંદરની જનતાનો પણ હું આભાર માનુ છું. તેમ જણાવીને રેન્જ આઇ.જી.એ પોલીસની કામગીરી અંગે પોતાનો રાજીપો વ્યકત કર્યો હતો.
જુનાગઢ રેન્જના આઇ.જી.પી. નિલેષ જાંજડીયા  દ્વારા પોરબંદર જિલ્લા  પોલીસનું વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યુ હતુ અને વાર્ષિક ઇન્સ્પેકશન સમારોહ કમ લોકદરબારનું પોલીસ હેડકવાર્ટર ખાતે આયોજન કરવામાં આવતા વિશાળ સંખ્યામાં પોરબંદર જ્લ્લિાના જુદા જુદા સમાજ અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રેન્જ આઇ.જી. નિલેષ જાંજડીયાએ તેમના વકતવ્યમાં એવુ જણાવ્યુ હતુ કે પોલીસના વાર્ષિક ઇન્સ્પેકટરની સાથોસાથ આજે યોજવામાં આવેલા આ લોકદરબારમાં પોરબંદર પોલીસની કામગીરી પ્રત્યે હું મારો રાજીપો વ્યકત  કરુ છું. જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લા પોલીસની ટીમ ખૂબજ ટીમવર્કથી કામગીરી કરી રહી છે. અને તેથી પોરબંદર જ્લ્લિામાં ક્રાઇમ રેટ ક્ધટ્રોલમાં છે. ભગીરથસિંહ જાડેજાના પોરબંદરના કાર્યકાળ દરમ્યાન માથાભારે શખ્શો, બુટલેગરો અને લુટારુઓની ગેંગ સામે ગુજસીટોક હેઠળ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહી પરંતુ પોરબંદર જિલ્લાના તમામ પોલીસસ્ટેશનોમાં સુવિધાઓ પણ ખૂબજ સારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અને પોરબંદર દરિયાઇપટ્ટી ઉપર આવેલો જિલ્લો છે ત્યારે કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ છે અને લોકોએ પણ પોરબંદર પોલીસ પ્રત્યે કોઇ જ ફરિયાદ કે પ્રશ્ર્ન રજૂ કર્યા નથી. ટ્રાફિકની સમસ્યા સહિત સામાન્ય પ્રશ્ર્નોના સુચનો થયા છે તેના નિરાકરણ માટે પણ નિલેષ જાંજડીયાએ ખાત્રી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે પોરબંદર પોલીસનો હકારાત્મક અભિગમ અને ગુન્હેગારો સામે કડક હાથે કામ લેવાની પધ્ધતિને લીધે પોલીસ ખરા અર્થમાં પ્રજાની મિત્ર હોય તેવી લાગણી અગ્રણીઓએ વ્યકત કરી  છે. ત્યારે પોરબંદરના ક્રાઇમ રેટને કંટ્રોલમાં રાખનાર જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા અને તેમની સમગ્ર ટીમને અને જુદી જુદી બ્રાંચોને અભિનંદન  પાઠવુ છું તેની સાથોસાથ પોરબંદરની જનતાનો પણ ખાસ આભાર  માનું છું. કારણકે પ્રજાના સહયોગથી જ ગુન્હાખોરી અંકુશમાં આવે છે તેમ જણાવીને પોતાની આ મુલાકાત બદલ પોરબંદર પોલીસને એકસેલન્સ કામગીરીને બિરદાવી હતી.
જિલ્લા પોલીસવડાનું ઉદ્બોધન
પોરબંદરના જિલ્લા  પોલીસવડા ભગીરથસિંહ જાડેજાએ તેમના ઉદ્બોધનમાં વર્ષ દરમ્યાન પોરબંદર પોલીસ દ્વારા થયેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો અને જણાવ્યુ હતુ કે ઉચ્ચ પોલીસ અધિકારીઓના સાથ સહકારથી અને સમગ્ર જિલ્લા પોલીસની ટીમવર્કની કામગીરીથી અમે પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવી શકયા છીએ. ગંભીરમાં ગંભીર ગુન્હાઓના ભેદ ઉકેલવાથી માંડીને જ‚ર જણાઇ ત્યાં ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરીને પોરબંદર જિલ્લાના નાગરિકોને સુરક્ષા અપાવી શકયા છીએ. તેમ જણાવીને તેઓએ પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોરબંદરની જનતા, ઉપસ્થિત આગેવાનોનો ખાસ આભાર વ્યકત કર્યો હતો. આમ, પોરબંદર જિલ્લા પોલીસની કામગીરી અંગેના વાર્ષિક ઇન્સ્પેકશનમાં પોલીસ અધિકારીઓએ સંતોષ વ્યકત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News