BREAKING NEWS

ફેધર વેલનેસ સ્પા, એમ કે પ્લસ સ્પા, ધ મોક્ષ સ્પાના સંચાલકો સામે ગુના નોંધાયા

  • January 17, 2026 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં સ્પા મસાજમાં અન્ય રાજ્યમાંથી જરૂરીયાત મંદ યુવતીઓ અને મહિલાને બોલાવી સ્પા મસાજના વ્યવસાયની આડમાં દેહવિક્રિયનો ગોરખધંધો મોટા પ્રમાણમાં ચાલતો હોઈ તેમજ મસાજ માટે પરપ્રાંતિય યુવતીઓને રાખી જે અંગે પોલીસ મથકમાં નોંધ ન કરાવતા સંચાલકો સામે કાર્યવાહી કરવા ડીસીપી ક્રાઈમ દ્વારા કરવામાં આવેલ આદેશના પગલે એ ડિવિઝન તેમજ માલવિયા નગર પોલીસ મથક વિસ્તારમાં ત્રણ જેટલા સ્પાના સંચાલકો સામે જાહેરનામાના ભંગ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સૂચનાથી એન્ટી હુમન ટ્રાફિક યુનિટના પીઆઇ બી એમ ઝણકાટની રાહબરીમા ટીમ વિસ્તાર પેટ્રોલિયમમાં નીકળ્યા હતા,તે દરમિયાન કિસાનપરા ચોક નજીક ફેધર વેલનેસ સ્પામાં ચેકિંગ હાથ ધરતા અન્ય રાજ્યની થેરાપિસ્ટ યુવતીઓ મળી આવી હતી જે અંગેની પોલીસ મથકમાં નોંધ ન કરાવી જાહેરનામાનો ભંગ કરતા સંચાલક મહેશ મદન સિંહ રહે તે માઉન્ટ કોમ્પ્લેક્સ રજપુત પરા શેરી નંબર ત્રણ વાળા સામે જાહેરનામાના ભંગ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


બીજા દરોડામાં એન્ટી વુમન ટ્રાફિક યુનિટના મહમદ આરીફ અન્સારી અને ટીમે ચંદ્રેશ નગર મેઇન રોડ પર આવેલ એમ કે પ્લસ સ્પા માં ચેકિંગ હાથ ધરતા સ્પામાં કન્યાના અન્ય રાજ્ય ના કર્મચારીઓ ને કામ પર રાખ્યા હોય જે અંગેની જે તે પોલીસ મથકમાં જાણ ન કરી જાહેરનામાનો ભંગ કર્યો હોય જેથી સંચાલક ઉર્વશી રાહુલભાઈ હજરીયા રહે શિવપરા શેરી નંબર ત્રણ વાળા સામે ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી.


ત્રીજા દરોડામાં એએસઆઈ કેબી શેખલીયા અને ટીમે 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ધ મોક્ષ સ્પામાં ચેકિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન સ્પા સંચાલકોએ પોતાનો આર્થિક ફાયદો મેળવવા માટે કામ પર રાખેલા કર્મચારીઓ અંગેની માલવયા નગર પોલીસ મથકમાં જાણ ન કરતા સંચાલક જીગર દિલીપભાઈ સચદેવ રહે છોટુ નગર શેરી નંબર 4 વાળા સામે જરૂરી કાર્યવાહી કરી ગુનો દાખલ કર્યો હતો.


આ અંગેની કામગીરીમાં પીઆઇ બી એમ ઝણકાટ, એએસઆઇ કેબી શેખલીયા, મહમદ સોકત અલી અન્સારી, રવિભાઈ આર બાવળિયા, મહેશ ગણેશ પ્રસાદ સહિતની ટીમ જોડાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application