હરમડીયા ગામની સીમમાં બે દિવસ પહેલા ૧૩ વરસના કિશોરને ફાડી ખાનાર વિશાળ કાય મગરનું રેસ્કયુ કરી પાંજરે પુરવામાં વન વિભાગે સફળતા મેળવી છે. ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામની સીમમાં પસાર થતી સાંગાવાડી નદી કાંઠે ત્રણ દિવસ પહેલા પિતા અને પુત્ર નદી કિનારે હાથ પગ ધોવા ગયેલ ત્યારે પિતાની નજર સામે એક મગર તેમના પુત્ર વિવાન ઉ વ ૧૩ રે. નાની ફાફણી તા. કોડીનારને જડબામાં પકડી નદીમાં ગરક થઈ ગઈ હતી પાંચ કલાક બાદ સામે કાઠે વિવાનનો ફાડી ખાધેલ મૃત દેહ મળી આવ્યો હતો. ગીર પશ્ચિમ વન વિભાગ જામવાળા રેન્જ ના આર.એફ.ઓ. એમ.જે.દોમડીયા અને સ્ટાફ સાંગાવાડી નદી કાંઠે જુદી જુદી જગ્યાએ પાંજરા મૂકી વોચ ગોઠવી હતી. સવારે એક મહાકાય ૧૧ ફટ માનવ ભક્ષી મગર ખોરાકની લાલચમાં પાંજરામાં આવી ગઈ હતી. વન વિભાગ એ રાહતનો શ્વાસ લીધો હતો. આ મગરને તપાસ માટે જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે લઇ જવામાં આવી છે યાં તેની તપાસ કરવામાં આવશે. મહા કાય મગર પકડાઈ જતા લોકોમા રાહત ફેલાઈ છે. બીજી નદીમાં રહેલ અન્ય મગરને પણ વન વિભાગ પકડી લે અને શિંગવાડા ડેમમાં છોડે તેવી લોક માંગણી ઉઠી છે જેથી ફરી કોઈ માનવી મગરનો શિકાર ન બને