રાજકોટ હોય કે અમદાવાદ કે પછી અન્ય શહેરો ટ્રાફિક સમસ્યાના જળમાં મોટાભાગે ઓટો રિક્ષાઓ જોવા મળે છે, જે આમ જનતાને રીતસર દેખાય પણ છે અને કનગડત પ પણ છે પરંતુ પોલીસને આમાંથી કાંઈ જ દેખાતું નથી, પોલીસ કે આરટીઓ તંત્રની ડ્રાઈવમાં મોટાભાગે સામાન્ય લોકોને દડં કરવામાં આવતો હોય છે પરંતુ રિક્ષા ચાલકોને દડં થાય એવું ભાગ્યેજ જોવા મળે છે, આ બધા પાછળનું મુખ્ય કારણ વહીવટ છે, અને આ વહીવટ નાનો મોટો નહિ પરંતુ કરોડો પિયાનો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા હેમાંગ રાવલે એક સ્ટિંગ ઓપરેશમાં પોલીસનો ૧૦૦૦ કરોડનો વહીવટ એક વિડીયો દ્રારા ખુલ્લો પાડવામાં આવ્યો છે. તેમણે અમદાવાદના એક રીક્ષા ચાલક સાથે સવાંદ કર્યેા હતો જેમાં રીક્ષા ચાલક સ્પષ્ટ્ર પણે સ્વીકારે છે કે, દર મહિને . ૧૦૦૦ નો હો વહીવટદારોને આપવાનો હોય છે. એટલે વાર્ષિક .૧૨૦૦૦ એક રીક્ષા ચાલકને ચૂકવવાના હોય છે. અમદાવાદમાં શટલ રીક્ષાને ચલાવવા માટે પરમિશન નથી પરંતુ ત્રણ લાખ જેટલી રીક્ષા શહેરમાં ચાલે છે. જેમાંથી દોઢ લાખ રીક્ષા શટલ તરીકે ચાલે છે. એટલે માત્ર અમદાવાદમાં જ પોલીસ વહીવટદારો મારફતે ૧૮૦ કરોડથી વધુના હાની વાર્ષિક ઉઘરાણી કરી રહી છે. હેમાંગ રાવલે વધુમાં રિક્ષા ચાલક સાથે થયેલી વાતચીત મુજબ જણાવ્યું હતું કે,હો આપનાર રીક્ષામાં એક વિશિ સ્ટીકર લગાવાય છે જે હો ભર્યેા હોવાનું પ્રમાણ ગણાય છે. અને સ્ટીકર વાળી રીક્ષાઓને પોઇન્ટ ઉપર રોકવામાં આવતી નથી. પોલીસના કહેવા મુજબ દર મહિને સ્ટીકર બદલી નાખવામાં આવે છે અને દિવાળી સમયે ખાસ દિવા જેવું સ્ટીકર લગાવામાં આવે છે. કોંગ્રેસ પ્રવકતાએ જણાવ્યું હતું કે, આ માત્ર અમદાવાદનો .૧૮૦ કરોડનો અંદાજ છે તો સમગ્ર ગુજરાતમાં ૧૦૦૦ કરોડથી વધુનો વહીવટ થતો હોવાનો ઇન્કાર કરી શકાય નહીં. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, અમદાવાદના કેટલાક વિસ્તારમાં ટેકસી જતી નથી એટલે શટલ રીક્ષા વડે જ લોકોને જવું પડે છે. જો આરટીઓના નિયમ મુજબ પેસેન્જર બેસાડવામાં આવે તો રિક્ષામાં પોલીસે શેરિંગ પેસેન્જર તરીકે બેસાડવાની મંજૂરી આપવી જોઈએ જેથી ગરીબ રિક્ષાવાળાઓ પાસેથી હા વસૂલવાનું નેટવર્ક તૂટે અને પસેન્જરોને પણ લાભ મળે ત્યારે આ ગંભીર હા ખોરી બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્રારા તપાસ કરાવવા અને જવાબદરો સામે કડક પગલાં ભરવા માગ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application