રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં ગઇકાલે થયેલા મતદાનમાં ગત ચૂંટણીની તુલનાએ મતદાનની ટકાવારી વધી છે પરંતુ મતની સંખ્યા ઘટી છે. એસ.આઇ.આર.ના કારણે મતદારોની સંખ્યામાં ૧.૦૮ લાખનો ઘટાડો થતા આવું બન્યું છે. જો કે મતદાન બાદ એવી પણ ચર્ચા ચાલી છે કે અમુક વોર્ડમાં ક્રોસ વોટિંગ તેમજ સિંગલ વોટિંગ થયું છે, આ બન્ને ભાબત અમુક વોર્ડમાં પરિણામ પલટાવનારા પરિબળ તરીકે પુરવાર થશે
વિશેષમાં રાજકીપ સૂત્રોમાંથી વોર્ડ નં.૨, ૩, ૪, ૮, ૧૦, ૧૧,૧૩, ૧૪ અને ૧૩માં કોસ વોટિંગ થયાની ચર્ચા છે. મુખ્યત્વે સમાજ આધારિત તેમજ અમુક
વોર્ડમાં વ્યક્તિગત ઉમેદવારની તરફેણમાં ક્રોસ વોટિંગ થયાનું ચિત્ર મતદાન બાદ ઉપસ્યું છે. અલબત્ત ક્રોસ વોટિંગ કેટલા પ્રમાણમાં થયું છે. તેના પ્રમાણ ઉપર હાર-જીતનો આધાર રહે, અન્યથા એવું બને કે ક્રોસ વોટિંગ થયું હોય તેના કારણે હરીફ ઉમેદવારને મત મળે પરંતુ વિજેતા ન બને. અમુક વોર્ડમાં પરાજયની ભીતિએ અમુક ઉમેદવારોએ સિંગલ વોટિંગ પણ કરાવ્યું હોવાનું મનાય રહ્યું છે, જો કે આવતીકાલે પરિણામ આવતાની સાથે જ આ બધું સ્પષ્ટ થઈ જશે. વોર્ડ નં.૨માં રઘુવંશી સમાજનાં મતદારો સાથે રહ્યા કે સામે રહ્યા ?, વોર્ડ નં.૩માં કોંગ્રેસના એકાદ ઉમેદવાર પાતળી સરસાઈથી જીતી જશે કે કેમ ?, વોર્ડ નં:૪માં ૬૪.૭૨ ટકા જેવું જંગી મતદાન આપની તરફેણમાં થયું કે શું ? ભાજપના ગઢ વોર્ડ નં.૮માં ગત વખતે ૪૯.૯૮ ટકા મતદાન હતું અને આ વખતે ૪૮.૩૦ ટકા મતદાન થયું તો પોણા બે ટકા જેવો ઘટાડો કોને ફાયદો કરશે? શું વોર્ડ નં. ૮માં પણ આપના લેઉવા પાટીદાર ઉમેદવાર માટે ક્રોસ વોટિંગ થયું? વોર્ડ નં ૧૦ અને ૧૧માં પણ ખરેખર ક્રોસ વોટિંગ થયું ? વોર્ડ નં.૧૩માં પૂર્વ કોર્પોરેટરોની નારાજગી નડશે ? વોર્ડ નં.૧૪માં છેલ્લા કલાકોમાં બોગસ વોટિંગ થયું ? વોર્ડ નં. ૧૭માં ક્રોસ વોટિંગ થતા ભાજપ કે આપના એકાદ-બે ઉમેદવાર જીતી જશે? આવી અનેક ચર્ચાઓ હાલ રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. ચર્ચાતી વાતો પૈકી અમુક વાતમાં વજુદ છે તો અમુક માત્ર અફવા સમી છે. જો કે આવતીકાલે ઇવીએમ ખુલતાની સાથે જ આ બાબતો ઉપર પડદો ઊંચકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application