રશિયા–યુક્રેન યુદ્ધને ચાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ યુદ્ધની અસર બંને દેશો પર પડી છે. યુદ્ધ વચ્ચે, ફુગાવાની અસર હવે સામાન્ય લોકોની થાળી પર સીધી રીતે અનુભવાઈ રહી છે. ડિસેમ્બરથી રશિયામાં કાકડીના ભાવ અનેક વખત વધ્યા છે, જે સરેરાશ ૩૦૦ બેલ્સ પ્રતિ કિલોગ્રામ (લગભગ ૩૫૫ પિયા) સુધી પહોંચી ગયા છે. સોશિયલ મીડિયાના દાવાઓ સૂચવે છે કે કેટલીક જગ્યાએ કાકડીના ભાવ ૧,૦૦૦ પિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયા છે. આયાતી કેળા કાકડીઓ કરતાં પણ સસ્તા ઉપલબ્ધ છે.
સાઇબિરીયાના કેટલાક સુપરમાર્કેટોએ ખરીદી મર્યાદા લાદી છે અને કાકડીઓનું પણ રેશનિંગ કરવામાં આવી રહ્યું છે. વધુમાં, એક અગ્રણી સાઇબિરીયાના અખબારે વાચકોને ઘરે શાકભાજી ઉગાડવામાં મદદ કરવા માટે મફત બીજનું વિતરણ કયુ છે. આ ઉછાળો એવા સમયે આવ્યો છે યારે વર્ષની શઆતથી કુલ ભાવમાં ૨.૧ ટકાનો વધારો થયો છે, અને કેન્દ્રીય બેંકે વાર્ષિક ફુગાવો ૫.૫ ટકા સુધી પહોંચવાનો અંદાજ લગાવ્યો છે.
વધતા વીજળી અને પેટ્રોલ બિલ અને સુસ્ત અર્થતત્રં વચ્ચે, કાકડીઓ હવે ફકત શાકભાજી નથી, પરંતુ જાહેર ભાવનાનું બેરોમીટર બની ગયા છે. આ વર્ષે સંસદીય ચૂંટણીઓ યોજાવાની હોવાથી શાસક યુનાઇટેડ રશિયા અને વિપક્ષ બંને દબાણ હેઠળ છે. જોકે, ઉત્પાદકો કહે છે કે જેમ જેમ હવામાન ગરમ થશે તેમ તેમ પુરવઠો વધશે અને ભાવમાં ઘટાડો થઈ શકે છે.કાકડીઓના વધતા ભાવોએ સોશિયલ મીડિયા પર મજાક અને ગુસ્સાનું વિચિત્ર મિશ્રણ ફેલાવ્યું છે. લોકો તેને લીલું સોનું કહી રહ્યા છે અને લખી રહ્યા છે કે સલાડ પણ હવે એએમઆઈ પર ઉપલબ્ધ થશે. કેટલાક વપરાશકર્તાઓ કટાક્ષમાં દાવો કરી રહ્યા છે કે કાકડીઓ હવે રેફ્રિજરેટરમાં નહીં, પણ લોકરમાં સંગ્રહિત કરવામાં આવશે. ફુગાવાએ સામાન્ય રસોડાને રાષ્ટ્ર્રીય ચર્ચામાં ફેરવી દીધો છે.