જામનગરના દિ.પ્લોટ-૪૯માં એક કટલેરીના વેપારીને ત્યા પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારૂની ૧૨ બોટલ અને બિયરના ૨૦ ટીન સાથે પકડી લીધો હતો જેમા સપ્લાયરનું નામ ખુલ્યુ હતું. ઉપરાંત રણજીતસાગર રોડ, દિ.પ્લોટ ૫૮, નરમાળામાં દારૂના ચપલા સાથે શખ્સો ઝપટમાં આવ્યા હતા ઉપરાંત વુલનમીલ ફાટક બાવરીવાસ વિસ્તારમાં દેશી દારૂ અંગે ચાર સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.
જામનગરના દિ.પ્લોટ-૪૯ રોડ ખાતે રહેતા કટલેરીનો વેપાર કરતા મહેશ કરશનદાસ ગજરા નામના શખ્સના ભોગવટાના મકાને બાતમીના આધારે સીટી-એ પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારૂની ૧૨ બોટલ અને બિયરના ૧૦ ટીન મળી કુલ ૧૮ હજારનો મુદામાલ સાથે પકડી લીધો હતો. આ જથ્થો રામનગરના ઢાળીયે રહેતા નવિન લક્ષ્મીદાસ દામા નામના શખ્સે પુરો પાડયો હતો બંનેની સામે પ્રોહીબીશન મુજબ ફરીયાદ કરવામાં આવી છે.
આ ઉપરાંત દરેડ મસીતીયા રોડ ખાતે ભાડેથી રહેતા સનોજકુમાર ગોરખનાથ ચૌધરીને વિદેશી દારૂના ૧૦ ચપટા સાથે રણજીતસાગર રોડ પરથી પકડી લેવાયો હતો જયારે બેડેશ્ર્વર સંત કબીર આવાસ સી-વીંગમાં રહેતા કનકસિંહ વિજયસિંહ જાડેજાને દારૂના બે ચપલા સાથે દિ. પ્લોટ ૫૮ સામેથી દબોચી લેવાયો હતો.
અન્ય દરોડામાં મારૂ કંસારા હોલની પાછળ રહેતા રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજાના મકાનેથી વિદેશી દારૂના ૯૬ ચપલા કબ્જે કર્યા હતા જયારે આરોપી હાજર મળી આવ્યો ન હતો તેમજ નરમાળા ગામમાં રહેતા રાજન હિરેન અમલાણીની પાસેથી ૨૦૦ એમએલ અંગ્રેજી દારૂ સાથે અટકાયત કરી હતી.
આ ઉપરાંત જામનગરના વુલનમીલ ફાટક બાવરીવાસમાં રહેતા કેશરી રામપ્રસાદ પરમારના ઝુપડેથી ૧૦ લીટર દેશી દારૂ, ૯૦ લીટર આથો, ચાલુ ભઠ્ઠીના સાધનો તથા જયોતી રવિ કોળીને ત્યાથી ૧૦ લીટર દારૂ, ૭૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો તથા રેશ્મા વિક્રમ કોળીને ત્યાથી ૧૫ લીટર દારૂ, ૧૧૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો તેમજ પુજા લખન કોળીને ત્યાથી ૧૦ લીટર દેશી દારૂ, ૧૧૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા.