જામનગર પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ ક્રાઇમ કોન્ફરન્સ અનુસંધાને આપેલ માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા સાયબર જાગૃતિ દિવસ કાર્યક્રમનું આયોજન ગઇકાલે પીઆઇ આઇ.એ. ધાસુરાના માર્ગદર્શન મુજબ સજુબા ગર્લ્સ સ્કુલ જામનગર ખાતે કરવામાં આવ્યુ હતું.
આ સેમીનારમાં ૨૦૦ થી વધુ વિધાર્થીનીઓ તેમજ ૫ જેટલા શિક્ષકોને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે, વોશિલ કોલ, ફિશીંગ મેલ, કયુ આર કોડ સ્કેમ, ફેક શોપિંગ વેબસાઇટ, જાતે પાસર્વ કઇ રીતે બનાવવો તેમજ સાયબર હેલ્પ લાઇન તથા કયુઆર કોડ સ્કેમ વિગેરે બાતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવારની સમજ આપવામાં આવેલ તેમજ તેનાથી બચવાના ઉપાયો અંગે મહત્વપુર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
આ સેમીનાર દરમ્યાન વોટસએપ તેમજ અન્ય સોશીયલ મિડીયા વેબસાઇટના સિકયુરીટી સેટીંગ અને માહિતી આપવામાં આવેલ તેમજ સોશીયલ એન્જીનીયરીંગ વિશે જાણકારી આપેલ આ ઉપરાંત હેલ્પાઇન વિશે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટવિટર તેમજ વોટસએપ ચેનલ પેજ પર નવી માહિતી શેર કરીને લોકોને સતત સાયબર ફ્રોડની નવિન ઘટનાઓ વિશે માહિતગાર કરવામાં આવેલ આ કાર્યક્રમનું પ્રેઝન્ટેશન કોન્સ. જોશનાબેન, શબાનાબેન દ્વારા કરવામાં આવ્યુ હતું.