BREAKING NEWS

PGVCLના MDના નામે મોટું સાયબર ફ્રોડ: જનરલ મેનેજરે અજાણ્યા નંબર પર ટ્રાન્સફર કરી દીધા રૂ. 45 લાખ

  • May 05, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં સાયબર ઠગાઈનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પીજીવીસીએલ (PGVCL)ના મેનેજિંગ ડિરેક્ટર (એમ.ડી.) કેતન જોષીના નામે વોટ્સએપ પર ખોટી ઓળખ આપી જનરલ મેનેજર પાસેથી રૂ. 45.60 લાખ પડાવી લેવામાં આવ્યા છે.  


યુનિવર્સિટી રોડ પર રહેતા અને પીજીવીસીએલની લક્ષ્મીનગર બ્રાન્ચમાં જી.એમ. (ફાઈનાન્સ) તરીકે ફરજ બજાવતા કિંતુકુમાર મલકાણને 4 મેના રોજ એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. ઠગબાજે એમ.ડી.નો ફોટો પ્રોફાઈલમાં રાખી વિશ્વાસ અપાવ્યો કે આ તેમનો પર્સનલ નંબર છે અને પોતે મીટિંગમાં હોવાનું કહી 'મનિષા મંડલ' નામના ખાતામાં તાત્કાલિક રૂ. 45,60,904 RTGS કરવા દબાણ કર્યું હતું.  


છેતરપિંડીનો પર્દાફાશ

સૂચના મુજબ પેમેન્ટ કર્યા બાદ ફરીથી રૂ. 30.60 લાખની માંગણી થતા મલકાણને શંકા ગઈ હતી. તેમણે રૂબરૂ તપાસ કરતા જાણવા મળ્યું કે એમ.ડી.એ આવો કોઈ મેસેજ કર્યો નથી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નાગરિકોને કોઈપણ નાણાકીય વ્યવહાર પહેલા રૂબરૂ ખાતરી કરવા પોલીસે અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application