રાજકોટમાં સાયબર ક્રાઇમ ના બનાવો નું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે સાયબર માફીઆઓ એનકેન પ્રકારે લોકોને ડિજિટલ એરેસ્ટ કરી અથવા તો સોશિયલ મીડિયા ના માધ્યમથી ખોટી લીંક મોકલી લોકો સાથે ફ્રોડ કરી નાણા ખંખેરી લેતા હોય છે તેઓ જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટ માં રહેતા એક્સ આર્મી મેન ને બેંકના નામે ખોટી લીંક મોકલી ચીટરે દસ લાખ ટ્રાન્સફર કરાવી લેતા 5.28 લાખ ફ્રીજ કરાવી એક આરોપીને ઝડપી ત્રિપુટીને સાઇબર ક્રાઇમે સકંજામાં લઈ લીધી છે.
પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ રાજકોટ રૈયા ગામમાં શાંતિ નગર મેઈન રોડ પર ડ્રિમ સીટી ફ્લેટમાં રહેતાં સુધીરભાઈ ગીરીશકુમાર મોનાણી (ઉવ.૩૭) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલગ અલગ બેંક એકાઉન્ટ ધારક અને મો. નં.૬૨૮૯૧૯૩૮૧૪ ના ધારકનું નામ આપતાં સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
ફરીયાદી સુધીરભાઈએ જણાવ્યું હતું કે, તેઓ નાના મવા સર્કલ પાસે આવેલ એસ.કુમાર એડીબલ ઓઇલમાં લોજીસ્ટીક મેનેજર તરીકે જોબ કરે છે. પરીવારમાં ૬૮ વર્ષીય પિતા ગીરીશકુમાર રામજીભાઈ મોનાણી જે નિવૃત્ત આર્મીમેન હોય નિવૃત્તિ બાદ પંજાબ નેશનલ બેંકમાં ઓફીસર તરીકે જોબ કરેલ અને તે બાદ વર્ષ ૨૦૧૮ માં ત્યાથી રીટાયર્ડ થયેલ હતાં, તેમના બેંક કર્મચારીઓનુ એક વોટ્સએપ ગ્રુપ છે જે ગ્રુપમાં એક યુજર દ્રારા એક પોસ્ટ શેર કરવામાં આવેલ હતી. જે પોસ્ટમાં એક મોબાઇલ નં. ૬૨૮૯૧૯૩૮૧૪ બતાવેલ અને તેની સાથે પોસ્ટ લખેલ હતી કે, આ એક ફ્રોડ નંબર છે.જે પંજાબ નેશનલ બેંકના નામે લોકો સાથે ફ્રોડ કરે છે.
જેથી આ મોબાઇલ નંબરથી સાવધાન રહેવુ. પિતાની ઉંમર હાલ ૬૮ વર્ષની હોવાથી હાલ તેઓને આંખથી જોવામાં તથા વાચવામાં તકલીફ રહેતી હોય જેથી તેઓને આ મેસેજ વાંચતી વખતે તે સમજવામાં ભુલ કરેલ અને તેઓ ભુલથી આ ફ્રોડ મો. નં. ૬૨૮૯૧૯૩૮૧૪ ને પંજાબ નેશનલ બેંકનો ઓફિસિયલ મોબાઇલ નંબર સમજી લીધેલ હતો, ફરિયાદીના પિતા હાલ નીવૃત બેંક કર્મચારી છે, જેથી તેઓનુ પેન્શન પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટમાં જમા થાય છે, બેંક તથા કેન્દ્ર સરકારના પેન્સન ધારકોને દર વર્ષે નવેમ્બર માસમાં હયાતીનો દાખલો આપવાનો હોય છે.
જે ચાલુ વર્ષનો દાખલો અમારા પિતાને તેઓની પંજાબ બેંકની બ્રાન્ચ પર આપવાનો બાકી હતો. જેથી તેઓએ મો. નં.૬૨૮૯૧ ૯૩૮૧૪ પર કોન્ટેક કરેલ જેમાં વાતચીત બાદ સામાવાળાએ પિતાને એક એપ્લીકેશનની લીંક મોકલેલ તેમજ પિતાએ તે વ્હોઅપ નંબર પર એટીએમના ફોટોસ આપેલ તથા તે લીંક વડે તે એપ્લીકેશન ડાઉનલોડ કરેલ હતી.
જે ડાઉનલોડ કર્યા બાદ પિતાનો મોબાઇલ ફોન હેક થયેલ ગયેલ અને તેમના બેંક ખાતામાંથી રૂ.૧૦ લાખના ટ્રાનઝેક્શન તેમની જાણ બહાર થઇ ગયેલ જેથી પિતા-પુત્ર બેંક બ્રાન્ચ પર જઈ તપાસ કરતા પિતાના રુપીયા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલ હતાં. જે મામલે ઓનલાઈન અરજી કર્યા બાદ સાયબર ક્રાઇમ પીઆઈ પીયૂષ ડોબરીયા અને ટીમે તુરંત જ 5.82 લાખ ફ્રોડ એકાઉન્ટમાં ફ્રિજ કરાવી રાજકોટના એકાઉન્ટ ધારક શખ્સની ધરપકડ કરી 5.82 લાખ અરજદારને પરત કરાવ્યાં હતાં.
સાઇબર ક્રાઇમ પીઆઇ જે.એમ કૈલા, પીઆઇ પિયુષ ડોબરીયા અને ટીમે વધુ ત્રણ શખ્સોને સકંજામાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે.