ઘરમાં કોકરોચ દેખાતાં જ તેને દૂર કરવા દોડતા લોકો માટે આ વાત આશ્ચર્ય પમાડનારી છે. વૈજ્ઞાનિકોએ કોકરોચને એવું જીવતું રોબોટિક સાધન બનાવ્યું છે, જે ભૂકંપથી ધરાશાયી થયેલાં મકાનોના કાટમાળમાં ઘૂસીને ફસાયેલા લોકોને શોધી શકે છે અને તેમની પાસે દવા પણ પહોંચાડી શકે છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલા આ સાઇબોર્ગ કોકરોચને પેરાબોર્ગ નામ આપવામાં આવ્યું છે.યુનિવર્સિટી આફ કવીન્સલેન્ડના બાયોરોબોટિકસ સંશોધકોએ યુનિવર્સિટી આફ ન્યૂ સાઉથ વેલ્સના બાયોમેડિકલ ઇજનેરો સાથે મળીને આ કોકરોચ તૈયાર કર્યા છે. તેના માટે નોર્થ કવીન્સલેન્ડમાં જોવા મળતા જાયન્ટ બરોઈંગ કોકરોચનો ઉપયોગ કરાયો છે. આ પ્રજાતિના કોકરોચ કદમાં મોટા અને વજન ઉઠાવવામાં સક્ષમ હોવાથી તેની પીઠ પર કેમેરા, ઇલેકટ્રોનિક સાધનો તથા નાનકડું ઇન્જેકશન ઉપકરણ લગાવી શકાય છે.કોકરોચના શરીર પર લગાવેલી ઇલેકટ્રોનિક પ્રણાલી દ્રારા તેને દૂરથી નિયંત્રિત કરી શકાય છે. કોકરોચની ચેતાતત્રં સાથે જોડાયેલા ઇલેકટ્રોડને હળવો વિધુત સંકેત આપીને તેને ડાબી કે જમણી તરફ વાળી શકાય છે અને ચોક્કસ સ્થળ સુધી પહોંચાડી શકાય છે.બચાવકર્મીઓ દૂર બેસીને કોકરોચની દિશા નક્કી કરી શકે છે.કેટલાક પેરાબોર્ગની પીઠ પર કેમેરા લગાવવામાં આવે છે. તે સાંકડી જગ્યામાં ઘૂસીને અંદરનું જીવતં ધ્શ્ય બચાવ ટુકડી સુધી પહોંચાડે છે. તેના આધારે કાટમાળમાં કોઈ વ્યકિત ફસાયેલી છે કે નહીં અને તેની આસપાસની સ્થિતિ કેવી છે તે જાણી શકાય છે. બીજા પેરાબોર્ગ પર દવા ભરેલું નાનકડું સ્વચાલિત ઇન્જેકશન ઉપકરણ લગાવવામાં આવે છે. માણસના નિયંત્રણ હેઠળ યોગ્ય સમયે આ ઉપકરણ સક્રિય કરીને ફસાયેલી વ્યકિતને પ્રાથમિક દવા આપી શકાય છે.વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં સિલિકોન અને ડુક્કરની ચામડી પર આ પ્રણાલીની તપાસ કરી હતી.પેરાબોર્ગ લયથી ૧૫ સેન્ટિમીટરની અંદર પહોંચ્યો ત્યારે ઇન્જેકશન આપવામાં ૯૫ ટકા સુધી સફળતા મળી હતી. કોકરોચને નિર્ધારિત સ્થળ સુધી લઈ જવા, લયની સામે યોગ્ય સ્થિતિમાં રોકવા અને ઇન્જેકશન આપવાની આખી પ્રક્રિયા ૭૨ ટકા પ્રયોગોમાં સફળ રહી હતી. ઇન્જેકશન આપવા માટે કોકરોચનું યોગ્ય સ્થાને પહોંચવું પૂરતું નથી. તેણે લયની સામે ચોક્કસ દિશામાં ગોઠવાઈને સ્થિર પણ રહેવું પડે છે. કાટમાળમાં પડેલા પથ્થરો, ધૂળ, ઐંચી–નીચી સપાટી અને સતત બદલાતા માર્ગ વચ્ચે આ કામ કરાવવું ઇજનેરો માટે મોટો પડકાર છે.