બંગાળની ખાડીમાં શ્રીલંકા મના દરિયા નજીક સર્જાયેલું વાવાઝોડું દિતવાહ વધુ પ્રબળ બન્યું છે. શ્રીલંકામાં ભારે વરસાદના કારણે તબાહી મચી જવા પામી છે. દક્ષિણના રાજ્યોમાં પણ છેલ્લા બે દિવસથી અનરાધાર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ વાવાઝોડું આવતીકાલે સવારે તામિલનાડુ ના ઉત્તર તરફના ભાગ અને આંધ્રના દક્ષિણ તરફના દરિયા વચ્ચે કિનારે ત્રાટકશે.
વાવાઝોડાના કારણે તામિલનાડુ કેરલા કર્ણાટક આંધ્ર પ્રદેશ આંદામાન નિકોબાર માં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ હજુ આવતીકાલ સુધી ચાલુ રહેશે એવી ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે પ્રતિ કલાકના પાછળથી 75 કીલોમીટર ની ઝડપે પવન ફૂંકાય છે અને અમુક તબક્કે તેમની ઝડપ વધીને 85 કીલોમીટર સુધી પહોંચી જાય છે.
વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે અને ફ્લાઈટ ટ્રેન વ્યવહારને પણ મોટા પ્રમાણમાં અસર થવા પામી છે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ના સતાવાર સાધનોના જણાવ્યા મુજબ વાવાઝોડું બંગાળની ખાડીના સાઉથવેસ્ટ ભાગમાં અને શ્રીલંકા ના દરિયા વચ્ચે આજે સવારે જોવા મળ્યું છે. તે નોર્થ નોર્થ વેસ્ટ દિશામાં પ્રતિ કલાકના આઠ કિલોમીટરની ઝડપે છેલ્લી ૬ કલાકથી ગતિ કરી રહ્યું છે. આ વાવાઝોડું અત્યારે ચેન્નાઈથી 400 અને પુડીચેરીથી 300 કીલોમીટર દૂર છે. તારીખ 30 ના સવારે એટલે કે આવતીકાલે તે નોર્થ તમિલનાડુ અને સાઉથ આંધ્ર પ્રદેશ વચ્ચેના દરિયા કાંઠા વચ્ચે ત્રાટકે તેવી શક્યતા છે.