રાજકોટમાં યોજાનારી રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ પૂર્વે લોકલ ફોર વોકલ, મેક ઇન ઇન્ડિયા વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત@ ૨૦૪૭ની સંકલ્પનાને ચરિતાર્થ કરવા તેમજ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીની ભાવના પ્રગટ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૫ ડિસેમ્બરને ગુરુવારના સવારે ૬:૩૦ કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે સ્વદેશી સાયક્લોથોન અને તા.૨૮ ડિસેમ્બરને રવિવાર રોજ સવારે ૬:૩૦ કલાકે ઉપરોક્ત સ્થળેથી જ સ્વદેશી રનનું આયોજન કરાયું છે.
સ્વદેશી સાયક્લોથોન અને સ્વદેશી રન બન્ને ઇવેન્ટ્સમાં ભાગ લેનાર દરેક નાગરિક ઇવેન્ટ પૂરી થયા બાદ સર્ટીફીકેટ ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે.સ્વદેશી સાયક્લોથોનમાં રજીસ્ટ્રેશન કરાવવા માટેની અંતિમ તા.૨૪ને સ્વદેશી રનમાં રજીસ્ટ્રેશન કરાવવા માટેની અંતિમ તા.૨૬ છે, ફ્ક્ત ઓનલાઈન રજિસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે અને હાલ સુધીમાં બન્ને સ્પર્ધામાં ૩૦૦૦થી વધુ સ્પર્ધકોનું રજિસ્ટ્રેશન થઇ ચૂક્યું છે અને હજુ www.rmc.gov.in ઉપર ઑનલાઇન રજિસ્ટ્રેશન ચાલુ છે.સ્વદેશી સાયક્લોથોનનું ફ્લેગ ઓફ ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહના હસ્તે કરવામાં આવશે તેમજ તા.૨૮ના રોજ આયોજિત સ્વદેશી રનનું ફ્લેગ ઓફ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ ડૉ. માધવ દવેના હસ્તે કરવામાં આવશે. આ બંને કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
સ્વદેશી સાયક્લોથોન અને સ્વદેશી રન કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા તેમજ કોર્પોરેટરો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.
સ્વદેશી સાયક્લોથોન અને સ્વદેશી રન નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા, પરંપરાગત વાનગીઓ અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયત્ન હોય વધુને વધુ લોકોને સ્પર્ધામાં ભાગ લેવા મહાપાલિકા તંત્ર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.