રાજ્યના નવનિયુક્ત ઇન્ચાર્જ પોલીસ વડા બન્યા બાદ ડો. કે એલ એન રાવ દ્વારા પ્રથમ ડીજી ક્રાઈમ કોન્ફરન્સ કચ્છ ના ભુજ ખાતે યોજાયા બાદ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે આગામી 1 માર્ચે ડીજી ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવનાર છે આ કોન્ફરન્સમાં ડીજીના અધ્યક્ષ સ્થાને રાજકોટ શહેર પોલીસ કમિશનર ઉપરાંત રાજકોટ રેન્જ ભાવનગર રેન્જ અને જુનાગઢ રેન્જ આઈ.જી તેમજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના જિલ્લા એસપીઓ ઉપસ્થિત રહેશે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરમાં આગામી 1 માર્ચે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે રાજ્યના ઇન્ચાર્જ પોલીસવડા ડો. કે એલ એન રાવના અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્રની તેઓએ ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ બીજી ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ક્રાઇમ કોન્ફરન્સમાં રાજકોટ રેન્જ આઈ જી, જુનાગઢ રેન્જ આઈ જી, અને ભાવનગર રેન્જ આઈ, ઉપરાંત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લા રાજકોટ ગ્રામ્ય મોરબી દેવભૂમિ દ્વારકા જામનગર ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ સુરેન્દ્રનગર જિલ્લાના એસપી તેમજ રાજકોટ હથિયારી એકમના વડા ઉપરાંત ગાંધીનગર વહીવટી, CID ક્રાઈમ, લો એન્ડ ઓર્ડર અને ડીજી સ્ટાફ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
ક્રાઈમ કોન્ફરન્સ માં ગુનાખોરી ડામવા, ક્રાઈમ રેટ ઘટાડવા ઘડાશે એક્શન પ્લાન, પોલીસ અધિકારીઓ સાથે DG ડો કે એલ એન રાવ જુદા જુદા મુદ્દે ચર્ચા વિચારણા અને સમીક્ષા કરી અધિકારીઓ સાથે આગામી દિવસોમાં ક્રાઈમ ઘટાડવા માટે નવા શું એક્શન લેવા તે અંગે વિચાર વિમશની કરનાર છે. આ અંગે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
ડીજી ક્રાઈમ કોન્ફરન્સમાં આ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે
રાજકોટ રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ, ભાવનગર રેન્જ આઈ જી ગૌતમ પરમાર, જુનાગઢ રેન્જ આઈ જી, રાજકોટ હથિયારી એકમના વડા, ઉપરાંત એસ.પી વિજયસિંહ ગુર્જર, એસ.પી, મુકેશ પટેલ,એસ.પી ઓડેદરા, એસ.પી જયરાજસિંહ વાળા, એસ.પી રવિ સૈની, એસપી નિતેશ પાંડે, એસ.પી ભગીરથસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહેશે.