ઈન્ડિગોની લાઇટમાં આગ લાગતા ડીજીસીએએ વિમાનોમાં ચોક્કસ પાવર બેંક પર પ્રતિબધં મુકયો
ઈન્ડિગોની લાઇટમાં આગ લાગતા ડીજીસીએએ વિમાનોમાં ચોક્કસ પાવર બેંક પર પ્રતિબધં મુકયો
October 14, 2026 12:50 PM
ગત રવિવારે દિલ્હીથી ચેન્નાઈ જતી ઇન્ડિગોની લાઇટમાં પાવર બેંકમાં આગ લાગી હતી, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો, જોકે એક મોટી દુર્ઘટના ટળી હતી. આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ)એ એક મોટો નિર્ણય લીધો છે. ડીજીસીએએ હવે વિમાનમાં ચોક્કસ પાવર બેંક લઈ જવા પર પ્રતિબધં મૂકયો છે. ડીજીસીએએ ભારત આવતી અને જતી સ્થાનિક પેસેન્જર અને કાર્ગેા લાઇટસમાં ચોક્કસ પાવર બેંક, મોબીલીન્સ એમકે–પીબી–૦૪ લઈ જવા પર સંપૂર્ણપણે પ્રતિબધં મૂકયો છે.આ પાવર બેંક અને સંભવિત સલામતી જોખમોને લગતી તાજેતરની આગની ઘટનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રવિવારે દિલ્હીથી ચેન્નાઈ જતી ઇન્ડિગોની લાઇટમાં એક મુસાફરની પાવર બેંકમાં આગ લાગતાં તેને હૈદરાબાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડું હતું.ડીજીસીએના વડા વીર વિક્રમ યાદવના આદેશમાં જણાવાયું છે કે મુસાફરો અને એરલાઇન્સ બંનેએ ખાતરી કરવી જોઈએ કે મોબીકિન્સ એમકે–પીબી–૦૪ પાવર બેંક વિમાનમાં લઈ જવામાં ન આવે.એરલાઇન્સને આ મોડેલના પરિવહનને ઓળખવા અને અટકાવવા માટે યોગ્ય પગલાં લેવાની અને યોગ્ય સંદેશાવ્યવહાર ચેનલો દ્રારા મુસાફરોને આ સલામતી સલાહનો પ્રસાર કરવાની સલાહ આપવામાં આવી છે.છેલ્લા એક વર્ષમાં, ભારત સહિત ઘણા દેશોએ આગના જોખમને કારણે વિમાનમાં પાવર બેંકના ઉપયોગ પર પ્રતિબંધો વધારી દીધા છે. પાવર બેંકોની સંખ્યા અને બેટરી ક્ષમતા મર્યાદિત કરવા ઉપરાંત, તેમને વ્યકિતગત ઉપકરણો ચાર્જ કરવાની અથવા વિમાનના સીટમાં રહેલા પાવર ક્રોતમાંથી ચાર્જ કરવાની પણ મંજૂરી નથી. વ્યકિતગત ઇલેકટ્રોનિક ઉપકરણો અને પાવર બેંકોને લગતી આગની ઘટનાઓ વિશ્વભરમાં વધી રહી છે...