BREAKING NEWS

મોરબીમાં પ્લેટીનમ સિરામિક, આર્ટ ટાઇલ્સ અને 3 આંગડિયા પેઢીમાં DGGIના વ્યાપક દરોડા

  • November 25, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રમાં  સિરામિક ઉદ્યોગના હબ ગણાતા મોરબી શહેરમાં ગઈકાલથી ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ ( ડીજીજીઆઈ) વિભાગે વિશાળ સ્તરે તપાસ હાથ ધરી છે. શહેરના બે સિરામિક એકમો અને ત્રણ આંગડીયા પેઢી સહિતપાંચ અલગ સ્થળોએ એકસાથે પડેલા દરોડાથી ઉદ્યોગ વર્ગમાં ચકચાર મચી ગઈ છે. સિરામિક યુનિટ્સથી લઈને જાણીતી આંગડિયા પેઢીઓ સુધી વિભાગે નાણાકીય ગેરરીતિના શંકાસ્પદ વ્યવહારોને ધ્યાનમાં રાખીને કાર્યવાહી શરૂ કરી છે. સવારથી શરૂ થયેલા આ ઓપરેશનમાં સાંજ સુધીમાં અનેક દસ્તાવેજી અને ડિજિટલ પુરાવા મળ્યા હોવાનું સૂત્રો દર્શાવે છે.


આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ડિરેક્ટર જનરલ ઓફ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ ( ડીજીજીઆઈ)ના અધિકારીઓની ટીમો ગઈકાલથી મોરબીમાં સઘન તપાસ હાથ ધરી રહી છે.આ કાર્યવાહીમાં પ્લેટિનમ સિરામિક અને આર્ટ ટાઇલ્સની બંને યુનિટ્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બંને યુનિટ્સ છેલ્લા ઘણા સમયથી વિભાગની નજર હેઠળ હોવાનું કહેવાય છે. સાથે જ ધરતી ટાવરમાં આવેલી ત્રણ જાણીતી આંગડિયા પેઢીઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.


અધિકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને સિરામિક એકમો દ્વારા થયેલા બિલ વિનાના રોકડ વ્યવહારોના મોટા પ્રવાહ અંગે વિભાગ લાંબા સમયથી શંકાસ્પદ માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી. ત્યારે તમામ સ્થળોએ મળેલા દસ્તાવેજો તપાસને નવી દિશા આપી શકે છે. આ બંને એકમો આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણપરીયાના ભાગીદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application