BREAKING NEWS

ગુજરાતના તમામ શહેર-જિલ્લાના પોલીસ વડાઓને DGPએ આપ્યો આ કડક આદેશ, 100 કલાકમાં કામગીરી પૂર્ણ કરવા સૂચના

  • November 17, 2025 06:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આજે તમામ શહેર અને જિલ્લાના પોલીસ વડાઓને તાકીદ કરવામાં આવી છે કે, છેલ્લા ૩૦ વર્ષમાં ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓનું ચેકિંગ કરી વેરીફીકેશન પ્રક્રિયાને અંતે ડોઝિયર તૈયાર કરવાની કાર્યવાહી આગામી ૧૦૦ કલાકમાં પૂર્ણ કરવામાં આવે.


વિકાસ સહાયે જણાવ્યું છે કે, ગુજરાત એટીએસ દ્વારા તાજેતરમાં ગુજરાતમાંથી રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. બાદમાં ફરિદાબાદમાં વિસ્ફોટકોનો જથ્થો મળ્યો હતો. તે દિવસે સાંજે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બધી પ્રવૃતિઓ જોતા ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્ર વિરોધી ગુનામાં પકડાયેલા આરોપીઓનું એલ લિસ્ટ બનાવવા તમામ શહેર-જિલ્લાના પોલીસ વડાઓને આદેશ આપવામાં આવ્યો હતો. જોકે હાલ ફરી તાકી કરવામાં આવી છે કે, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોદી પ્રવૃતિઓમાં પકડાયેલા આરોપીઓનું ડોઝિયર તૈયાર કરવામાં આવે અને ત્યારબાદ તમામનું ચેકિંગ કરવામાં આવે. આ ઉપરાંત હાલ શું કરે છે તેની માહિતી એકત્ર કરવામાં આવે. આ કામગીરી આગામી 100 કલાકમાં પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application