BREAKING NEWS

સુરેન્દ્રનગરના રતનપરમાં પોલીસ કર્મીના મકાનમાં ડબ્બા ટેડ્રીંગનું નેટવર્ક ઝડપાયું

  • August 05, 2026 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગરના રતનપરમાં પોલીસ કર્મીના મકાનમાં રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડી અહીં ચાલતા ડબ્બા ટ્રેડીંગના મોટા નેટકવર્કનો પર્દાફાશ કર્યો છે. 23 શખસો દ્વારા આ નેટવર્ક ચલાવવામાં આવતું હતું. પોલીસે 10 લેપટોપ 29 મોબાઈલ 27 નોટબુકો 04 પેન ડ્રાઇવ સહિતનું સાહિત્ય જપ્ત કરી રૂ. 3.07 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. રેન્જની ટીમે દરોડો પાડતા સ્થાનિક પોલીસ અને એલસીબીન ઉંઘતી ઝડપાઇ હતી. રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચના હેઠળ પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શનમાં પીએઅસાઇ બી.સી.મીયાત્રા તથા ટીમે ધજાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સંજયસિંહ નાથુભાઈ રાઠોડ (રહે રામેશ્વર ટાઉનશીપ) તેના રતનપર સ્થિત ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી અલગ અલગ લેપટોપ મોબાઈલ ફોન નોટબુકો અને પેન ડ્રાઈવ અને અન્ય સાહિત્ય પણ મળી આવ્યું છે આ તમામ સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે પ્રાથમિક તપાસમાં આ સાહિત્ય ચેક કરવામાં આવતા તેમાં શેરબજારનું સૌથી મોટું નેટવર્ક ઝડપાયું છે અને કરોડો રૂપિયાના લેતીદેતીના હિસાબો પણ સામે આવ્યા છે. આ અંગે દરોડા દરમિયાન ઘરમાંથી આખું કોલ સેન્ટર જ ઊભું કરવામાં આવ્યું હતું તેના મારફતે વેપારીઓ અને બ્રોકરોના સંપર્ક કરવામાં આવતા હતા અને ગેરકાયદેસર રીતે પરવાનગી વગર અને કોઈપણ પ્રકારના લાયસન્સ વગર જ શેરબજારમાં હાર જીતના સોદા કરવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે.દરોડા દરમિયાન કોન્ટ્રાક્ટરો ખેડૂતો એકાઉન્ટ મજૂરી કામ કરતા લોકો ઘરમાંથી મળી આવ્યા હતા અને તેમના દ્વારા હાર જીતના સોદા કરવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે હાલ પાંચ જેટલા લોકોની અટકાયત કરી છે અને તેમને જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઇ અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને પોલીસ કર્મચારી સંજયસિંહ નાથુંભા રાઠોડ હાથ લાગ્યો નથી. પોલીસ તપાસમાં આ ડબ્બા ટ્રેડીંગ છેલ્લા ૧૦ વર્ષથી ચાલતુ હોવાનું સામે આવ્યું છે. ત્યારે સ્થાનિક પોલીસ સામે કાર્યવાહી થવાના સંકેત મળી રહ્યા છે. પોલીસે દરોડા દરમિયાન 10 લેપટોપ 29 મોબાઈલ 27 નોટબૂકો અને 4 પેન ડ્રાઈવ મળી આવી છે - મોબાઈલ ફોન અને લેપટોપમાં ઇન્ટરનેશનલ લોકો સાથેની વાતચીતની હિસ્ટ્રી સહિતનું સાહિત્ય કબજે કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News