રાજકોટમાં ડેરી ફાર્મની દુકાનો દૂધના ભાવમાં લિટર દીઠ રૂપિયા બે વધારશે
રાજકોટમાં ડેરી ફાર્મની દુકાનો દૂધના ભાવમાં લિટર દીઠ રૂપિયા બે વધારશે
May 01, 2025 09:38 AM
તાજેતરમાં અમૂલ ડેરી દ્વારા દુધના ભાવમાં રૂ.બેનો વધારો કરવામાં આવતા હવે રાજકોટ શહેરમાં કાર્યરત વિવિધ ડેરી ફાર્મની દુકાનો દ્વારા વેંચાણ કરવામાં આવતા છૂટક દુધના ભાવમાં પણ પ્રતિ લીટર દીઠ રૂ.બેનો વધારો કરાશે.
વિશેષમાં રાજકોટ ડેરી મર્ચન્ટ્સ એસોસિએશનના પ્રમુખ વી.પી.વૈષ્ણવએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે પણ અમૂલ ડેરી ભાવ વધારો કરે ત્યારબાદ છૂટક દુધનું વેંચાણ કરતા ડેરી માલિકો પણ તેને અનુસરીને ભાવ વધારો કરે છે તે પરંપરા મુજબ રાજકોટ ડેરી એસોસિએશન પણ દુધનો ભાવ પ્રતિ લીટર દીઠ બે રૂપિયા વધારશે.
તેમણે ઉમેર્યું હતું કે રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં પડતર ભાવ અનુસાર તેમજ એરિયા વાઇઝ દુધનો લીટર દીઠ ભાવ અલગ અલગ છે જે સરેરાશ રૂ.૫૫થી ૬૫ સુધીનો છે. એકાદ બે દિવસમાં એસોસીએશનની મિટિંગ મળશે ત્યારબાદ ભાવ વધારો લાગુ થશે.