જામનગર સહિત કેટલાક ગામડાઓમાં ગઇકાલે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું, હવામાન ખાતાએ વેર્સ્ટન ડીસ્ટબન્સના કારણે તા.૩ થી ૫ ફેબ્રુઆરી દરમ્યાન સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને માવઠુ થવાની શકયતા છે તેવી આગાહી કરી છે ત્યારે હજુ પણ આવતીકાલે ખેડુતોને માવઠાનો ભય સતાવી રહ્યો છે, જામનગર શહેરમાં પણ ગઇકાલે વાદળા છવાયા હતાં, જો કે માવઠુ થયું ન હતું, આજે સવારે પણ કેટલાક ગામડાઓમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. આશ્ર્ચર્યની વાત એ છે કે, લઘુતમ તાપમાન ૧૪ છે તેની સામે મહત્તમ તાપમાન ૨૭ ડીગ્રી છે, આમ બંને વચ્ચે ડબલ તફાવત છે ત્યારે ધીમે-ધીમે રોગચાળાનો ભય લોકોને સતાવી રહ્યો છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રી, મહત્તમ તાપમાન ૨૭ ડીગ્રી, હવામાં ભેજ ૬૯ ટકા, પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી.પ્રતિકલાક રહી હતી. ફેબ્રુઆરીના પ્રથમ વિકમાં વિર્સ્ટન ડીસ્ટબન્સના કારણે ગુજરાત ઉપર અસ્થિરતા સર્જાશે, જેના લીધે ૨ દિવસમાં ગમે ત્યારે માવઠુ થવાની શકયતા છે, ઉત્તર ભારતના પહાડી દેશોમાં મજબુત વેર્સ્ટન ડીસ્ટબન્સ પસાર થઇ રહ્યું છે, જેની અસાર ગુજરાતમાં થશે ત્યારે માવઠુ થવાની શકયતા છે.
ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શરૂ થઇ છે પણ હકીકત છે, પરંતુ ત્રણ દિવસ સુધીમાં ગમે ત્યારે માવઠુ થવાની આગાહીથી લોકો પણ ચીંતામાં મુકાયા છે, જો કે આગામી દિવસોમાં ચણા અને ઘઉંનું વિક્રમજનક ઉત્પાદન થાય તેવી પણ શકયતા છે, સાથે-સાથે જીરૂ, લસણ, ડુંગળી અને મકાઇના પાકનું પણ સારૂ એવું ઉત્પાદન થશે.
જો માવઠુ થાય તો ખેડુતોેને ફરીથી નુકશાની વહોરવાનો વારો આવે, હાલ તો સૌરાષ્ટ્ર પરથી માવઠાનો ભય ટળતો જાય છે, પરંતુ વાતાવરણ ગમે ત્યારે બદલે તો આ પ્રકારનું વાતાવરણ ઉભુ થઇ શકે અને ધીરે-ધીરે રોગચાળો પણ વધી શકે. જો કે બે-ત્રણ દિવસથી તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે તે ચિંતાજનક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech