જામનગરમાં ગાર્બેજ કલેક્શન ગાડી ઉપર જોખમી સવારી: અનેક સવાલો જાગ્યા
જામનગરમાં ગાર્બેજ કલેક્શન ગાડી ઉપર જોખમી સવારી: અનેક સવાલો જાગ્યા
December 08, 2025 09:54 AM
જામનગરમાં ગાર્બેજ કલેક્શન ગાડીઓ વધુ એક વખત ચર્ચામાં આવી છે. ગાર્બેજ કલેક્શન ગાડીમા જોખમી સવારીનો વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે. જોકે આ કયા વિસ્તારનો વીડિયો છે તે મામલે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.
જામનગર શહેરને સ્વચ્છ રાખવા માટે ગાર્બેજ કલેક્શનની ગાડીઓ સતત શહેરના વિસ્તારોમાં દોડતી રહે છે. પરંતુ આ ગાડીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું અવારનવાર જોવામાં આવે છે. તેવામાં શહેરના મુખ્ય માર્ગ પર ગાર્બેજ કલેક્શનની એક ગાડીમાં, ગાડીના ઉપરના ભાગે અનેક લોકો જોખમી રીતે સવારી કરતા જોવા મળ્યા હતા. રસ્તા પર ચાલી રહેલી આ બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
શહેરની સ્વચ્છતા માટે કામ કરતી ગાડીઓએ જ જો નિયમોનો ભંગ કરવો શરૂ કરી દીધો હોય તો અકસ્માતની શક્યતાઓ વધી શકે છે. આ ઘટનાને લઈને લોકો ટ્રાફિક વિભાગથી કડક પગલાંની માંગ કરી રહ્યા છે.