BREAKING NEWS

સામે જ દાઉદ ઈબ્રાહિમ બેઠો હતો,અને મેં ગીતો ગાયા: કુમાર સાનું

  • August 13, 2026 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૯૦ના દાયકાના પ્રખ્યાત અને બોલિવૂડના હાઈએસ્ટ પેડ સિંગર્સમાં શુમાર કુમાર સાનુંએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાના જીવનનો એક અત્યંત ચોંકાવનારો અને ભયાનક કિસ્સો શેર કર્યો છે. તેમણે ખુલાસો કર્યો છે કે એક સમયે તેમણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ ની સામે સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. જોકે, તેમને તે સમયે બિલકુલ અંદાજો નહોતો કે તેઓ કોની પાર્ટીમાં ગાઈ રહ્યા છે.
 કુમારએ જણાવ્યું કે મ્યુઝિક ડાયરેક્ટર નદીમ તેમને દુબઈમાં એક બર્થડે પાર્ટીમાં ગાવા માટે લઈ ગયા હતા. તેમને માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે એક બર્થડે ઈવેન્ટ છે, પરંતુ તેમાં કોણ હાજર રહેવાનું છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નહોતી.
નદીમજી મને દુબઈ લઈ ગયા હતા. કદાચ દાઉદના ભાઈની દીકરીનો બર્થડે હતો કે પછી તેની પોતાની દીકરીનો. મારી સાથે અનુ મલિક પણ ત્યાં હતા. દાઉદ ઈબ્રાહિમ તેના પરિવાર સાથે મારી બિલકુલ સામે બેઠો હતો. તેણે મને સ્ટેજ પર મારા હિટ ગીતો ગાવાની ફરમાઈશ કરી હતી. એ પછી હું તેને ક્યારેય મળ્યો નથી કે તેની સાથે કોઈ વાત પણ થઈ નથી.

કુમારએ જણાવ્યું કે તે સમયે તેમને સ્થિતિની ગંભીરતાનો ખ્યાલ નહોતો, પરંતુ જ્યારે બીજા દિવસે અખબારોમાં તે પાર્ટીના ફોટોગ્રાફ્સ છપાયા ત્યારે તેઓ ખૂબ જ ડરી ગયા હતા. તેમણે કહ્યું, "અખબારમાં મારી તસવીર જોઈને મને થયું કે અરરરર આ મેં શું કરી દીધું? ત્યારે હું ખરાબ રીતે ડરી ગયો હતો.
ઈન્ટરવ્યુ દરમિયાન કુમારએ અંડરવર્લ્ડ ગેંગસ્ટર અબુ સલેમ ના એક શોમાં પરફોર્મ કરવાનો કિસ્સો પણ જણાવ્યો હતો. તેમણે કહ્યું કે કોઈએ તેમની પાસે પૈસાની માંગણી કરી હતી, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેઓ પૈસા આપી શકશે નહીં પરંતુ ગાઈને મદદ કરી શકે છે. જ્યારે તેઓ અબુ સલેમના શો માટે દુબઈ જવાના હતા ત્યારે મુંબઈ પોલીસ સ્ટેશનથી પણ તેમને ફોન આવ્યો હતો.
પોલીસ અધિકારીઓએ મને આ શોમાં ન જવાની સલાહ આપી હતી.મેં પોલીસને કહ્યું કે હું નહીં જાઉં, પણ મને સુરક્ષા આપો. જો તેઓ મને ગોળી મારી દેશે તો હું શું કરીશ? જો તમે મને સિક્યોરિટી આપો તો હું જવાનું ટાળી દઉં.....પોતાના જીવના જોખમને કારણે અને સુરક્ષાના અભાવે તેમને તે સમયે આવા શોઝમાં જવું પડ્યું હતું તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application