અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યેા છે કે અમેરિકાએ ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધનો અતં લાવી દીધો છે અને ઈરાન ભવિષ્યમાં કયારેય પરમાણુ શક્રો નહીં વિકસાવવા માટે સંમત થયું છે.
જોકે, ઈરાને હજુ સુધી આવા કોઈ કરાર કે વચનની પુષ્ટ્રિ કરી નથી. યોર્જિયાના લેટનન્ટ ગવર્નર બર્ટ જોન્સના સમર્થનમાં એક ઓનલાઈન રેલી દરમિયાન, ટ્રમ્પે કહ્યું, મને ખબર નથી કે તમે સાંભળ્યું છે કે નહીં, પરંતુ અમે આજે ઈરાન સાથે યુદ્ધનો અતં લાવી દીધો છે. તેઓ પરમાણુ શક્રો ન રાખવા માટે સંમત થયા છે. તે અમાં મુખ્ય લય હતું, અને અમાં ૯૫ ટકા ધ્યાન તેના પર હતું.ટ્રમ્પે કહ્યું કે તેમને આશા છે કે ઉપરાષ્ટ્ર્રપતિ જે.ડી. વાન્સ આ સાહના અંતે યુરોપમાં યોજાનાર હસ્તાક્ષર સમારોહમાં હાજરી આપશે. તેમણે કહ્યું, અમે યુદ્ધ અંગે ઈરાન સાથે એક શાનદાર કરાર પર પહોંચ્યા છીએ. દસ્તાવેજો લગભગ અંતિમ સ્વપ આપી ચૂકયા છે, તેથી ચાલો જોઈએ. તે ખૂબ જ ટૂંક સમયમાં થવું જોઈએ.થોડા કલાકો પહેલા, ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા અને ઈરાન શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવાની ખૂબ નજીક છે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે તેમણે ઈરાન પર નવા હવાઈ અને મિસાઈલ હત્પમલાઓ રદ કર્યા છે, જેની અગાઉ ચેતવણી આપવામાં આવી હતી. દરમિયાન, ઈરાનની ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ટ્રમ્પે છેલ્લા બે મહિનામાં ૩૮ વખત દાવો કર્યેા છે કે તેઓ કરારની ખૂબ નજીક છે. એજન્સીએ ચેતવણી આપી હતી કે યાં સુધી ઈરાન પોતે કરારની જાહેરાત બન કરે ત્યાં સુધી ટ્રમ્પના નિવેદનોને અંતિમ ન માનવા જોઈએ.,ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કયુ કે વાટાઘાટો ઈરાનના ટોચના નેતૃત્વ સુધી પહોંચી ગઈ છે અને તેમને મંજૂરી મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application