દરેડ ધાર વિસ્તારમાં અજાણ્યા પુરુષનું મોત

  • January 24, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના દરેડ ગામ ધાર વિસ્તારમાં બંધ પડેલ શેડની અગાસી પરથી એક અજાણ્યા પુરુષ મરણગયેલ હાલતમાં મળી આવતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વાલી વારસની શોધખોળ આદરી છે.
દરેડ ગામ ધાર વિસ્તાર હુશેની ચોક પાસે આવેલ બંધ પડેલ શેડની અગાસી પર ખુણામાં બનાવ બનેલ હોય જેમાં એક અજાણ્યો પુરુષ આશરે ૪૦ થી ૪૫ વર્ષનો મરણ ગયેલ હાલતમાં મળી આવત પંચ-બી પોલીસની ટુકડી દોડી ગઇ હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપ્યો હતો, મૃતકની ઓળખ મેળવવા અને વાલીવારસને શોધી કાઢવા તપાસ લંબાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application