ગુજરાત પોલીસ દ્રારા એક નવી પહેલ કરવામાં આવી છે જેમાં તમામ પોલીસ સ્ટેશન ખાતે પ્લાસ્ટીકની બોટલનો સ્થળ ઉપર જ નિકાલ સાથે દરેક પોલીસ સ્ટેશન ઇમારતો સોલાર પેનલ ઇન્સ્ટોલેશન નું નિર્ણય લેવાયો છે જેના ભાગપે ગુજરાત રાય મુખ્ય કચેરી પોલીસ ભવન ખાતે સોલાર ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણતાને આરે છે. પ્લાસ્ટિક પ્રદુષણ ને રોકવા અને બિન પરંપરાગત ઉર્જા ક્રોતનો ઉપયોગ કરવાની દિશામાં મહત્વનું પગલું છે.
ગુજરાત પોલીસ દ્રારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેના ભાગપે, ઉર્જા વિભાગની મદદથી તમામ જિલ્લ ાઓમાં ગુજરાત પોલીસ વિભાગની કાર્ય૨ત ઇમારતોની છતો ઉપર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કરવાનું નક્કી કરાયું છે. જેના દ્રારા વીજળીની મહત્તમ વીજ બચત ક૨વામાં આવશે.
ગાંધીનગર સ્થિત પોલીસ ભવનની ઇમારતના છત ઉ૫૨ અને ગાંધીનગર જિલ્લ ા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે વિવિધ બેરેક, તાલીમ સેન્ટર સહિતની ૧૨ ઇમારતોમાં મળી ૨૩૭ કિલો વોટ જેટલી ક્ષમતા ધરાવતી સોલર ટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક જિલ્લ ાઓમાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કામગીરી ચાલી રહી છે.પોલીસની આ નવી પહેલથી પર્યાવરણનું રક્ષણ થવાની સાથોસાથ કુદરતી સંસાધનોનો વ્યય અટકશે અને તેનો મહત્તમ સદઉપયોગ થશે. એવી જ રીતે, ગો ગ્રીન– ગ્રીન ગુજરાતના સંકલ્પ સાથે ગુજરાત પોલીસે વધુ એક પહેલ પણ કરી છે, જેમાં ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે મુખ્ય સંકુલમાં જ એક પ્લાસ્ટીક બોટલ ક્રશર મશીન મુકવામાં આવ્યુ છે. પ્લાસ્ટીક બોટલને ગમે ત્યાં ન ફેંકીને તેને આ મશીનમાં ક્રશ કરી સ્થળ પર જ પ્લાસ્ટીક બોટલ વેસ્ટ નિકાલ કરવા પોલીસે સંકલ્પ લીધો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech