એક્ટ્રેસ દીપિકા પદુકોણ પોતાની પ્રેગ્નન્સી ફેઝ એન્જોય કરી રહી છે. તે બીજી વખત માતા બનવા જઈ રહી છે. દીપિકા પોતાની પ્રેગ્નન્સી દરમિયાન પણ સતત કામ કરી રહી છે. તે ફિલ્મ 'રાકા'માં જોવા મળશે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન લીડ રોલમાં છે. ફિલ્મને લઈને ખૂબ ચર્ચા છે. દીપિકા ફિલ્મ 'રાકા'નું શૂટિંગ કરી રહી છે અને ટૂંક સમયમાં જ તેનું શૂટિંગ પૂરું કરવાની છે.દીપિકાની ડિલિવરી સપ્ટેમ્બરમાં થવાની છે. તે સપ્ટેમ્બરમાં બીજા બાળકની માતા બનશે. રિપોર્ટ્સ છે કે દીપિકા ડિલિવરી પહેલા બ્રેક લેવાની છે. દીપિકા ફુલ સ્વિંગમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. તે સેટ પર ઘણા કલાકો વિતાવી રહી છે જેથી ફિલ્મનું તમામ કામ સમયસર પૂરું થઈ જાય.દીપિકા આઠ મહિનાની પ્રેગ્નન્ટ છે અને ટૂંક સમયમાં તેની ડિલિવરી થવાની છે. દીપિકા 'રાકા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે ફિલ્મના શૂટિંગને રેપ-અપ કરવા પર ધ્યાન આપી રહી છે. તે બ્રેક પર જતા પહેલા શૂટિંગ પૂરું કરવા માંગે છે, એટલા માટે જરૂર પડે ત્યારે મોડી રાત સુધી પણ શૂટિંગ કરે છે. ક્રૂ અને ટીમ તેના વખાણ કરતા થાકતા નથી. જણાવી દઈએ કે દીપિકા પોતાના કામને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. તે ફિલ્મ 'સ્પિરિટ' અને 'કલ્કી 2'ને લઈને પણ ચર્ચામાં રહી હતી. બંને ફિલ્મોમાં તે લીડ રોલમાં હતી, પરંતુ પછી તેને ફિલ્મોમાંથી બહાર કરી દેવામાં આવી. વાતો સામે આવી હતી કે દીપિકાએ કેટલીક શરતો રાખી હતી, તે માત્ર 8 કલાક જ કામ કરવા માંગતી હતી અને તેને અનપ્રોફેસનલ કહેવામાં આવી. ફિલ્મ 'સ્પિરિટ' સંદીપ રેડ્ડી વાંગા બનાવી રહ્યા છે. દીપિકા પછી તેમણે એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીને સાઈન કરી લીધી. જ્યારે 'કલ્કી 2'ના મેકર્સે જાતે જ દીપિકાના બહાર થવાની જાહેરાત કરી હતી. પહેલા પાર્ટમાં દીપિકા જોવા મળી હતી, પરંતુ બીજા પાર્ટમાં હવે તે નહીં હોય. આ સિવાય દીપિકા ફિલ્મ 'કિંગ'માં પણ જોવા મળશે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ બનાવી રહ્યા છે. ફિલ્મમાં શાહરૂખ ખાન લીડ રોલમાં હશે. આ ફિલ્મમાં સુહાના ખાન, રાની મુખર્જી અને અભિષેક બચ્ચન જેવા સ્ટાર્સ પણ હશે. દીપિકાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે એક્ટર રણવીર સિંહ સાથે લગ્ન કર્યા છે. બંનેએ લાંબા સમય સુધી ડેટ કર્યું અને પછી લગ્ન કર્યા. તેમના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા. તેમણે 14 નવેમ્બર 2018ના રોજ ઇટલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. આ પછી તેમણે રિસેપ્શન પણ આપ્યું હતું. બંને હવે એક બાળકીના પેરેન્ટ્સ છે. દીપિકાએ 8 સપ્ટેમ્બર 2024ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો અને તેમણે દીકરીનું નામ 'દુઆ' રાખ્યું છે.