BREAKING NEWS

દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ: 150 T20I મેચ રમનારી બની ત્રીજી ભારતીય મહિલા ક્રિકેટર

  • August 30, 2026 10:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) મહિલા એશિયા કપ 2026 માં ભારતીય ટીમના શાનદાર આગાઝની સાથે જ સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માના નામે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ ગઈ છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે થાઈલેન્ડ સામે રમાયેલી મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ દીપ્તિએ ભારતીય મહિલા ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી લીધું છે. તે ભારત માટે 150 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી ત્રીજી મહિલા ખેલાડી બની ગઈ છે.


દીપ્તિ શર્મા પહેલા માત્ર ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને સ્ટાર ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના જ ભારત માટે 150 કે તેથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચો રમી શકી છે. ભારત માટે સૌથી વધુ T20I મેચ રમવાના મામલે હરમનપ્રીત કૌર 203 મેચો સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે સ્મૃતિ મંધાના 172 મેચો સાથે બીજા ક્રમે છે. હવે 150 મેચ રમનારી દીપ્તિ શર્મા આ યાદીમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. આ યાદીમાં જેમિમા રોડ્રિગ્સ 131 મેચ અને શેફાલી વર્મા 112 મેચ સાથે બાદના ક્રમે આવે છે.

દીપ્તિ શર્માએ વર્ષ 2016 માં ભારત માટે T20I ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને જોતજોતામાં તે ભારતીય ટીમની સૌથી ભરોસાપાત્ર ઓલરાઉન્ડર બની ગઈ હતી. તેણે પોતાની પ્રથમ 149 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બેટથી 1270 રન બનાવવા ઉપરાંત બોલિંગમાં 168 વિકેટો ઝડપી છે. દીપ્તિ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારી મહિલા બોલર પણ છે. હવે તેની પાસે વિશ્વની નંબર-1 બોલર બનવાની પણ સુવર્ણ તક રહેલી છે.


​​​​​​​મહિલા T20I ક્રિકેટમાં વિશ્વમાં સૌથી વધુ વિકેટ લેવાના રેકોર્ડ માટે દીપ્તિ શર્મા અને થાઈલેન્ડની સ્પિનર થિપાચા પુથાવોંગ વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે. પુથાવોંગના નામે 109 મેચમાં 169 વિકેટ નોંધાયેલી છે, જ્યારે દીપ્તિના નામે 168 વિકેટ છે. આ સાથે જ મહિલા એશિયા કપની આ પ્રથમ મેચમાં ભારતીય બેટ્સમેન પ્રતિકા રાવલે પણ પોતાનું T20I ડેબ્યૂ કર્યું હતું. ટોસ જીતીને થાઈલેન્ડે ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું, જેનાથી એશિયા કપની આ પ્રથમ મેચ ભારતીય ક્રિકેટ ચાહકો માટે વધુ ખાસ બની ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application