BREAKING NEWS

એશિયન પેરા ગેમ્સમાં દીપ્તીએ સુવર્ણ દોડ લગાવી ભારતને અપાવ્યો ગોલ્ડ, જાણો વધુ વિગત

  • October 20, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાપાનમાં એશિયન પેરા ગેમ્સ 2026ના આજે બીજા દિવસે દીપ્તિ જીવનજીએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. દીપ્તિએ મહિલાઓની 400 મીટર દોડની ટી-20 ફાઇનલમાં 56.36 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો. બીજા ક્રમે રહેલી જાપાની ખેલાડીએ 58.92 સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું. મનીષ નરવાલે શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે પુરુષોની 10 મીટર એસએચવન ઇવેન્ટમાં 233.7નો સ્કોર કરીને સિલ્વર મેડલ જીત્યો છે. દક્ષિણ કોરિયાના એક ખેલાડીએ 241.3ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ લખાય રહ્યું છે ત્યારે એશિયન પેરા ગેમ્સમાં આ ભારતનો 22મો મેડલ છે.

ભારતના ખાતામાં અત્યાર સુધીમાં પાંચ ગોલ્ડ, આઠ સિલ્વર અને નવ બ્રોન્ઝ મેડલ આવી ચૂક્યા છે.

પેરા પાવરલિફ્ટર અશોક કુમાર મલિક પુરુષોની 65 કિગ્રા શ્રેણીમાં ગોલ્ડ મેડલથી ભાગ્યે જ ચૂકી ગયો અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. બેબી સહાનાએ મહિલા સિંગલ્સના વર્ગ નવમાં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. શીતલ દેવી સુવર્ણ ચંદ્રક તરફ આગળ વધી રહી છે. તેણીએ મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી સેમિફાઇનલમાં જાપાની ખેલાડીને ૧૪૫-૧૩૭ થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

ભારતની અનુભવી પેરા-ટેબલ ટેનિસ ખેલાડી ભાવીના પટેલે મહિલા સિંગલ્સ ક્લાસ 4-5 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સેમિફાઇનલમાં તે ચીનની ઝાંગ બિયાન સામે 0-3થી હારી ગઈ. ઝાંગે આ મેચ 11-7, 11-5, 11-7થી જીતી. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં સિલ્વર મેડલ જીતનાર ભાવીના આ હાર સાથે સિંગલ્સ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ. જોકે, સેમિફાઇનલમાં પહોંચીને, તેણીએ ભારતના મેડલ ટેલીમાં બ્રોન્ઝ મેડલ ઉમેર્યો છે.

પ્રવીણ શર્માએ પુરુષોના શોટ પુટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે ૧૩.૮૬ મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો છે. બીજા દિવસે, ભારતે એશિયન પેરા ગેમ્સમાં આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં આઠ મેડલ જીત્યા છે. ભારતે પાંચ ગોલ્ડ, છ સિલ્વર અને આઠ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

જુડોમાં, ભારતની રેણુકા સાલવે મહિલા જેવન 70 કિગ્રા વર્ગમાં બહાર થઈ ગઈ છે. તેણીને જાપાનની અત્સુમી નિશિમુરાએ ફક્ત 58 સેકન્ડમાં ઇપ્પોન સામે હાર આપી છે.

પેરા-બેડમિન્ટનમાં, મનીષા રામદાસ અને પ્રમોદ ભગતની ભારતીય જોડીએ મિક્સ્ડ ડબલ્સ એસએલથ્રી-એસયુફાઈવ ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડની સિરીપોંગ ટીમારમ અને ચાનિદા શ્રીનાવાકુલને 21-15, 21-14થી હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે.

પાંચમી એશિયન પેરા ગેમ્સ 2026 18 થી 24 ઓક્ટોબર 2026 દરમિયાન જાપાનના આઈચી-નાગોયામાં યોજાઈ રહી છે. મુખ્ય સ્થળ નાગોયા સિટી મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમ છે.


ભારતીય તીરંદાજી ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

એશિયન પેરા ગેમ્સમાં તીરંદાજી ઇવેન્ટ્સમાં પણ ભારતીય ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. હરવિંદર સિંહ અને ભાવના રિકર્વ કેટેગરીમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. શીતલ દેવી, પાયલ નાગ, ટોમન કુમાર અને શ્યામ સુંદર સ્વામી પણ કમ્પાઉન્ડ કેટેગરીમાં અંતિમ આઠમાં પહોંચ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application