દિલ્હીના કનોટ પ્લેસ ખાતે શુક્રવારે પ્રસ્તાવિત CJP (સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ)ના પ્રદર્શન અને 'તિરંગા માર્ચ' પર રોક લગાવવાનો દિલ્હી હાઈકોર્ટે ઈનકાર કરી દીધો છે. એક સ્ટ્રીટ વેન્ડર અનિલ કુમાર ગુપ્તા દ્વારા આ પ્રદર્શન પર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારના વકીલે દલીલ કરી હતી કે આ પ્રદર્શન માટે સત્તાવાર મંજૂરી લેવામાં આવી નથી અને તહેવારોની સીઝનમાં કનોટ પ્લેસ જેવા મુખ્ય વ્યાપારી કેન્દ્રમાં પ્રદર્શનથી વેપારીઓને ભારે નુકસાન થઈ શકે છે.
કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ નિતિન વાસુદેવ સામ્બ્રેની ખંડપીઠે આ મામલે અલગથી કોઈ પ્રતિબંધાત્મક આદેશ આપવાની મનાઈ કરી દીધી હતી. બીજી તરફ દિલ્હી પોલીસ વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ અદાલતને જણાવ્યું હતું કે CJP અને અભિજીત દિપકે વિરુદ્ધ યોગ્ય કાનૂની પગલાં લેવામાં આવશે અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પહેલાથી જ જરૂરી કામગીરી શરૂ કરી દેવાઈ છે.
અરજદાર પક્ષે વિરોધ પ્રદર્શનથી કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, અદાલતે આ કેસની આગામી ક્ષેત્રીય કે કાનૂની સુનાવણી 3 નવેમ્બર સુધી મુલતવી રાખી છે અને સ્પષ્ટ કર્યું છે કે હવે આ બાબતે વધુ દબાણ ન કરવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application