કિચનમાં રોજ રસોઈ બનાવતી વખતે સામાન્ય રીતે મહિલાઓ શાકભાજીના કેટલાક ભાગો જેમ કે કોબીજના પાન, કોથમીરના દાંડલા કે શાકની છાલને કચરો સમજીને કચરાપેટીમાં ફેંકી દે છે. પરંતુ, હેલ્થ એક્સપર્ટ્સના મતે આ વેસ્ટ ગણાતા ભાગો વાસ્તવમાં પોષક તત્વોનો ખજાનો છે.
કિચન સિક્રેટ
કોબીજના પાન કે કોથમીરના દાંડલા ફેંકવાની ભૂલ ન કરતા, આ વેસ્ટમાંથી આ રીતે બનાવો ટેસ્ટી એન્ડ હેલ્ધી ડીશ શાકભાજીના જે ભાગોને આપણે નકામા ગણીએ છીએ, તેનો સ્માર્ટ ઉપયોગ કરીને રસોઈનો સ્વાદ બમણો કરવાની સાથે પરિવારના સ્વાસ્થ્યને પણ સુધારી શકાય છે.
અહીં શાકભાજીના બચેલા ભાગોનો ઉપયોગ કરવાની ૪ સ્માર્ટ અને બેસ્ટ રીતો દર્શાવી છે
૧. કોથમીરના દાંડલા મોટાભાગે લોકો કોથમીરના પાન તોડીને તેના મૂળીયા અને દાંડલા કચરામાં નાખી દે છે.
કેવી રીતે ઉપયોગ કરવો?
કોથમીરના કુણા દાંડલામાં પાન કરતાં પણ વધુ સુગંધ અને સ્વાદ હોય છે. તેને ઝીણા સમારીને લીલી ચટણી, દાળ, શાકના વઘારમાં અથવા ગરમ સૂપ બનાવતી વખતે ઉમેરવાથી સ્વાદ એકદમ પ્રીમિયમ થઈ જાય છે.
૨. ફૂલકોબીજ અને પત્તાકોબીજના પાન
ફૂલકોબીજની આસપાસ રહેલા લીલા ઘટ્ટ પાન અને પત્તાકોબીજના ઉપરના પાનને આપણે હંમેશા ફેંકી દઈએ છીએ.
કેવી રીતે ઉપયોગ કરવો?
આ પાનમાં ભરપૂર માત્રામાં આયર્ન અને ફાઈબર હોય છે. તેને બરાબર ધોઈ, બારીક કાપીને તમે પરાઠાના સ્ટફિંગમાં, થેપલાના લોટમાં અથવા અન્ય શાકભાજી સાથે મિક્સ કરીને સુકા શાક તરીકે રાંધી શકો છો.
૩. બટાકા, દૂધી અને તુરિયાની છાલ કે બરાબર ધોયેલા શાકભાજીની છાલમાં ફાઈબર અને વિટામિન્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે.
કેવી રીતે ઉપયોગ કરવો?
બટાકાની છાલને બેક કરીને ક્રિસ્પી ચિપ્સ બનાવી શકાય છે. આ ઉપરાંત દૂધી, કાચા કેળા કે તુરિયાની છાલને ચણાની દાળ સાથે સાંતળીને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સૂકી ચટણી તૈયાર કરી શકાય છે, જે રોટલી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે
૪. હોમમેઇડ વેજીટેબલ સ્ટોક
ગાજરના પાછળના ટુકડા, ડુંગળી-લસણની સૂકી છાલ, ફુદીનાના દાંડલા અને શાકભાજીના નાના બચેલા ટુકડાને એકઠા કરો.
કેવી રીતે ઉપયોગ કરવો?
આ બધી વસ્તુઓને પાણીમાં ઉકાળી, ગાળીને 'વેજીટેબલ બ્રોથ' કે 'સ્ટોક' તૈયાર કરી લો. આ પાણીનો ઉપયોગ સૂપ બનાવવા, નૂડલ્સ ઉકાળવા કે દાળ-શાકની ગ્રેવી ઘટ્ટ કરવા માટે કરો. તે ખાવાનો સ્વાદ અને ન્યુટ્રિશન બંને વધારશે.
સ્માર્ટ કિચનના ફાયદા
પૈસાની બચત
શાકભાજીનો ૧૦૦% ઉપયોગ થવાથી કિચનનું બજેટ જળવાઈ રહે છે.
ઝીરો વેસ્ટ લાઈફસ્ટાઈલ
કચરો ઓછો ઉત્પન્ન થાય છે, જે પર્યાવરણ માટે પણ હિતધારક છે.વધુ પોષણ: શાકની છાલ અને દાંડલામાં ફાઈબર હોવાથી તે પાચનતંત્ર અને પેટ માટે ઉત્તમ છે.