BREAKING NEWS

જામનગર : નવેસરથી સીમાંકન અનામત બેઠક ફાળવવા માંગ

  • December 10, 2025 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધરમપુર અને હર્ષદપુર જીલ્લા પંચાયતમાંથી ૫૦% વસ્તી જામખંભાળીયા નગરપાલિકા વિસ્તારમાં ભળી ગયેલ હોય જેના કારણે દ્વારકા જીલ્લા પંચાયતની સીટોનું સીમાંકન કરવાનું અને તે જ રીતે ખંભાળીયા તાલુકા પંચાયતનું પણ નવેસરથી સીમાંકન કરવાનું થાય છે તેથી આ બેઠકો પર અનામત બેઠક ફાળવવા બાબતે દ્વારકા જીલ્લા પંચાયતના પ્રમુખ રીઘ્ધીબા જાડેજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને કાર્યવાહી કરવા જણાવ્યુ છે.


વિસ્તૃત પત્રમાં જણાવ્યુ છે કે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં તાલુકા અને જીલ્લાની સીટોમાં જે નવેસરથી સીમાંકન કરવાનું થાય છે. તેમાં નીચે મુજબની અનામત સીટો ફાળવવા અમારી ખાસ માંગણી છે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધરમપૂર અને હર્ષદપૂર જીલ્લા પંચાયતમાંથી ૫૦% વસ્તી ખંભાળીયા નગરપાલિકા વિસ્તારમાં ભળી ગયેલ છેે જેના હિસાબે દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતની સીટોનું નવેસરથી સીમાંકન કરવાનું થાય છે તે જ રીતે ખંભાળીયા તાલુકા પંચાયતમાં પણ નવેસરથી સીમાંકન કરવાનું થાય છે.


આ બાબતમાં ખાસ જણાવવાનું કે આગામી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં હવે પછી જે અનામતની સીટો જાહેર કરવાની થાય છે તેમાં સમર્પિત આયોગ દ્વારા સરકારને જે અહેવાલ આપવામાં આવેલ છે તે મુજબ જે બક્ષીપંચની બે સીટ અનામત આવતી હતી તેની જગ્યાએ હવે પછી છ સીટો બક્ષીપંચ અનામત આવશે જે બાબતમાં અમારી ખાસ માંગણી છે કે અગાઉ જે રીતે અનુસુચિત જાતીની એક અને અનુસુચિત જનજાતીની એક એમ બે સીટોની અનામત આવે છે આ બંને સીટોમાં જે અનામત ફાળવવામાં આવે છે તેમાં જે સીટમાં અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતીની વસ્તી વધુ હોય તે સીટમાં તેની અનામત આપવામાં આવે છે. તો અમારી એવી માંગણી છે કે બક્ષીપંચની જે છ સીટો ફાળવવામાં આવે તેમાં પણ અગાઉ જે રીતે અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતીની વસ્તીના ધોરણે અનામત ફાળવતા હતા.


તે રીતે બક્ષીપંચની સીટો પણ જે સીટમાં વધરો બક્ષીપંચની વસ્તી હોય તે જ રીતે સીટો ફાળવવા અમારી ખાસ માંગણી છે કારણ કે જો ક્રમ પ્રમાણે બક્ષીપંચની સીટો ફાળવવામાં આવશે તો જે સીટમાં બીન અનામત વસ્તી હશે તે સીટોમાં પણ અનામત આવી જશે અને જેના હિસાબે બિન અનામતના લોકો આ ચુંટણી પ્રક્રિયાથી વંચિત રહેવા પામશે કારણ કે અન્ય સીટોમાં બીન અનામતની વસ્તી હશે નહી ત્યાં બીન અનામત સીટ જાહેર કરવામાં આવશે તો પણ બીન અનામત ઉમેદવાર ચુંટણી લડી શકશે નહી અને તેના કારણે બીન અનામત ધરાવતા લોકોને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લઇ શકશે નહી.
​​​​​​​

જેથી આ તમામ વિગતોને ઘ્યાનમાં લઇ આ અંગે લોકશાહીમાં કોઇને અન્યાય ન થાય તેવું સરકાર અને ચુંટણી પંચ દ્વારા વ્યવસ્થિત માળખું તૈયાર કરીને આ અંગે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application