ભારતમાં રાત્રિના સમયે ફડ ડિલિવરીની માંગ વધી રહી છે. આ ફટબોલ વલ્ર્ડ કપ અને યુવા ગ્રાહકોના ખાવા અને સૂવાની રીતમાં ફેરફારને કારણે છે. ઉધોગ અધિકારીઓ કહે છે કે છેલ્લા બે અઠવાડિયામાં, કિવક–સર્વિસ રેસ્ટોરન્ટસ, ફડ ડિલિવરી કંપનીઓ અને કિવક–કોમર્સ પ્લેટફોર્મ પર મોડી રાત અને વહેલી સવારે ડિલિવરીની માંગમાં ૧૨–૧૫% નો વધારો થયો છે. ઉત્તર અમેરિકામાં યોજાઈ રહેલા ફીફા વલ્ર્ડ કપનું સામાન્ય રીતે મોડી રાત્રે અથવા વહેલી સવારે જીવતં પ્રસારણ કરવામાં આવે છે. જો કે, ટુર્નામેન્ટ પહેલા પણ, છેલ્લા ૧૨ મહિનામાં મોડી રાત અને વહેલી સવારે ફડ ડિલિવરીની માંગમાં ૧૦–૧૨% નો વધારો થયો છે. આ યુવાનોની બદલાતી ખાવા અને સૂવાની આદતોને કારણે છે, જેઓ ઘણીવાર મોડી રાત્રે ખાય છે અને સૂવે છે