જૂનાગઢ : ઉમ્મીદ પોર્ટલ પર મસ્જિદ ધાર્મિક સંસ્થાઓની નોંધણી કરવામાં આવે છે. જૂનાગઢમાં મોસ્ક મકબરાના વહીવટ અંગેની સમિતિ હેઠળ મસ્જિદ અને મગર આવેલા છે પરંતુ તેની દેખરેખ વહીવટી તત્રં દ્રારા થઈ રહી છે. જેથી સમિતિ હેઠળ ૧૨ ધાર્મિક સંસ્થાઓ આવેલી હોય રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવે તો તમામ મિલકતોની કાયદાકીય ભવિષ્ય રૂંધાય તેવી ભિતિ સેવાઈ રહી છે. જેથી સમસ્ત જૂનાગઢ મુસ્લિમ મહિલા સમાજ દ્રારા તત્રં હસ્તક આવેલી બાર ધાર્મિક સંસ્થાઓનું રજીસ્ટ્રેશન કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
મસ્જિદ સહિત ધાર્મિક સંસ્થાઓની નોંધણી ઉમીદ પોર્ટલ પર કરાવવી ફરજિયાત છે. જૂનાગઢમાં મોસ્ક મકબરાના વહીવટ અંગેની સમિતિ હેઠળ રસુલ મસ્જિદ, મનોરંજન મસ્જિદ, મજેવડી દરવાજા બહારની મસ્જિદ, કાળવા ગેઇટ મસ્જિદ, કોર્ટ પાસે આવેલી જુમ્મા મસ્જિદ , ઉપરકોટ જુમ્મા મસ્જિદ, સરદાર બાગ મસ્જિદ, ઈદગાહ, પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પાસે આવેલ લાનસર્સ મળીને ૧૦ મસ્જિદ ઉપરાંત બહાઉદીન મકબરા અને મહોબ્બત મકબરા સહિતની ૧૨ સંસ્થાઓ મામલતદારના વહીવટ હેઠળ આવે છે. આ સંસ્થાઓની દેખરેખ કલેકટરના માર્ગદર્શન નીચે થાય છે. ધાર્મિક સંસ્થાઓની નોંધણી માટે કાર્યરત ઉમ્મીદ પોર્ટલ પર ૨૬મે સુધી તમામ સંસ્થાઓનું રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. વકફ બોર્ડ હેઠળ આવેલ સંસ્થાઓની નોંધણી માટે મુદતને ૧૦ દિવસ લંબાવવામાં આવી છે .જીલ્લા કલેકટરને લેખિત, મૌખિક તથા અનેક વખત બ મુલાકાત કરી ધાર્મિક સંસ્થાની નોંધણી કરવા રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી તત્રં દ્રારા કોઈ પ્રત્યુતર કે કાર્યવાહી કરવામાં આવી નથી જેથી કલેકટર હસ્તક આવેલી ૧૦ મસ્જિદ તથા બે મકબરાની નોંધણી વહેલા સર કરાવવા મુસ્લિમ સમાજ અગ્રણી મહંમદ યુસુફ હબીબભાઈ (યુસુફભાઈ મલેક)તથા સમસ્ત જૂનાગઢ મુસ્લિમ મહિલા સમાજ દ્રારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application