જામનગર : ફલાય ઓવરના વચ્ચેના ગાળામાં સાંધા અને બ્રિજના રસ્તા પર પડેલા ખાડા અંગે તપાસ કરવા માંગણી
જામનગર : ફલાય ઓવરના વચ્ચેના ગાળામાં સાંધા અને બ્રિજના રસ્તા પર પડેલા ખાડા અંગે તપાસ કરવા માંગણી
November 21, 2025 01:45 PM
જામનગર શહેરમાં ફલાય ઓવરનું કામ પુરૂ થઇ ગયું છે ત્યારે આ સૌથી લાંબામાં લાંબા ફલાય ઓવરમાં બે ગાળા વચ્ચે સાંધા પડી ગયા છે અને રસ્તા ઉપર ખાડા પડી ગયા છે, આ અંગે તટસ્થ તપાસ કરવાની માંગણી વિપક્ષી નગરસેવિકા જૈનબ ખફીએ કરી છે.
તા.૨૦ના રોજ નગરસેવિકા નાગનાથ ગેઇટની સાઇડથી તપાસ કરવા ગયા હતાં ત્યારે તેમના ઘ્યાને પીલરોમાં મુકાયેલા સ્લેબના કટકાઓના જોડાણો વચ્ચે જગ્યા હોવાનું દેખાયું હતું, બ્રિજ નીચે કેટલીક જગ્યાએ મોટી તીરાડ દેખાય છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો, આ અંગે તટસ્થ તપાસ કરવા માંગણી કરી હતી, જયાં સુધી લોકોને આ બ્રિજમાં કોઇ ભ્રષ્ટાચાર થયો નથી અને આ બ્રિજ નહીં પડે તેવી બાંહેધરી આપવા માંગણી કરી છે, અમુક જગ્યાએ સિમેન્ટ ભરવો પડે તેટલા ખાડા અને સળીયાઓ પણ બહાર દેખાય છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.