અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં 20 મે, 2025થી ગેરકાયદે દબાણ હટાવવાનો બીજો તબક્કો શરૂ થયો છે જેમાં લગભગ 2.5 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારના અનધિકૃત બાંધકામો તોડવાનું ચાલુ થયું છે. શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ અધિકારીઓએ આ ડિમોલેશનની પ્રક્રિયાને લઈ આયોજન બનાવવામાં આવ્યું હતું. અગાઉ પ્રથમ તબક્કામાં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાંથી દબાણ હટાવાયા હતા, જેમાં 4,000 ઝૂંપડીઓ તૂટી હતી. આજે ચંડોળામાં ડિમોલિશન પાર્ટ-2 શરૂ થયું છે. જેમાં 3 હજાર પોલીસકર્મીઓ, SRPની 25 ટીમ તૈનાત છે.
બાંગ્લાદેશી નાગરિકોની અનધિકૃત વસાહતોનું કેન્દ્ર
ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે પ્રવૃત્તિઓ, ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોની અનધિકૃત વસાહતોનું કેન્દ્ર બન્યો છે. 2025માં અત્યાર સુધી 250 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ થઈ, જેમાં 207 ચંડોળા વિસ્તારમાંથી પકડાયા. 200થી વધુને દેશનિકાલ કરાયા છે. અમદાવાદ મહાનગરપાલિકા અધિકારીઓ અનુસાર, આ ઝુંબેશ શહેરી વિકાસ અને ગુનાખોરી રોકવા માટે જરૂરી છે.
દબાણની માત્રાને જોતાં કામગીરીમાં 2-3 દિવસ લાગશે
બીજા તબક્કામાં 3,000થી વધુ પોલીસકર્મીઓ અને 25 સ્ટેટ રિઝર્વ પોલીસ ટીમો તૈનાત થશે, જેઓ સુરક્ષા અને કામગીરીની સરળતા સુનિશ્ચિત કરશે.અમદાવાદ મહાનગરપાલિકાનો અંદાજ છે કે દબાણની માત્રાને જોતાં કામગીરીમાં 2-3 દિવસ લાગશે. વિસ્થાપિત પરિવારો માટે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા પણ થઈ રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ચંડોળા તળાવ વિસ્તાર લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓનું ગઢ બન્યો છે. આ ડિમોલિશનથી શહેરની સુરક્ષા અને વિકાસને નવું બળ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડાયાબિટીસના દર્દીઓએ ન ખાવા જોઈએ આ 4 શાકભાજી, ઝડપથી વધારે છે બ્લડ સુગર લેવલ
May 20, 2025 04:36 PMતાપમાનમાં ઘટટાડો છતાં ગરમી તેમજ બાફ યથાવત
May 20, 2025 04:31 PMતાપમાનમાં ઘટટાડો છતાં ગરમી તેમજ બાફ યથાવત
May 20, 2025 04:31 PMક્રેસન્ટ સર્કલ નજીકથી દારુના જથ્થા સાથે બે મહિલા ઝડપાઈ
May 20, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech