રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૩માં જામનગર રોડ ઉપર સાંઢીયા પુલ નજીકના મહાપાલિકાના પ્લોટમાં ખડકાઇ ગયેલી ૫૦ ઝુંપડાની ઝુંપડપટ્ટી હટાવવા ગઈકાલે બપોર બાદ ટીપી બ્રાન્ચની ટીમ બુલડોઝર સાથે ત્રાટકી હતી. દરમિયાન ઝુંપડા ધારકોએ મ્યુનિ.ટીપી સ્ટાફ ઉપર પથ્થર ફેંકી કાંકરીચાળો કરવાનો પ્રયાસ કર્યેા હતો જેમાં એક ઇજનેરને માથામાં પથ્થર લાગતા તેમને સારવાર માટે ખસેડાયા હતા, યાં આગળ તેમને માથામાં ટાંકા લેવા પડા હોવાનું જાણવા મળે છે. જો કે આજે બપોરે સુધી આ મામલે કોઇ પોલીસ ફરિયાદ કરાઇ નહીં હોવાનું જાણવા મળે છે. વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોનના સિટી એન્જીનિયરએ જણાવ્યું હતું કે ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલની સુચના અનુસાર તથા એડીશનલ સીટી ઇજનેર એ.એ.રાવલના માર્ગદર્શન હેઠળ રાજકોટ ટાઉન પ્લાનીંગ શાખા દ્રારા ગઇકાલે બપોર બાદ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.૩માં જામનગર રોડ ઉપર ક્રાઈમ બ્રાંચ કચેરી સામે રાજકોટના રેવન્યુ સર્વે નં.૬૨૬પૈકીની સરકારી ખરાબાની રાજકોટ મહાનગરપાલિકાને પ્રા થયેલ જમીનમાં અંદાજે ૫૦ જેટલા રહેણાંક તથા બિનરહેણાંક ગેરકાયદેસર બાંધકામ દુર કરી અંદાજે ૧૫ કરોડની કિંમતની ૩૦૦૦ ચોરસ મીટર જમીન ખુલી કરાવાઇ હતી. ઉપરોકત કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ તેમજ દબાણ હટાવ શાખા, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા અને રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ પોલીસ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહ્યા હતા
ત્રણ મહિના પૂર્વે નિયમાનુસાર નોટિસ અપાઇ'તી
જામનગર રોડ ઉપરની ઉપરોકત ઝુંપડપટ્ટી દૂર કરવા માટે ડિમોલિશન કરતા પૂર્વે ત્રણ મહિના અગાઉ નિયમાનુસાર નોટિસ અપાઇ હતી. આમ છતાં ઝુંપડા ધારકોએ જગ્યા ખાલી નહીં કરતા અંતે ગઇકાલે બપોર બાદ ડિમોલિશન કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech