BREAKING NEWS

મોરબીમાં 12 કલાક ધાર્મિક દબાણોના ડિમોલિશન કામગીરી ચાલી, ત્રણ જિલ્લાની પોલીસ બોલાવવી પડી, રાતભર પોલીસ પેટ્રોલિંગ ચાલ્યું

  • December 03, 2025 09:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં ગઈકાલે મણિ મંદિર પાસે ધાર્મિક દબાણોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરી બોર્ડ તોડી નાંખ્યું હતું. જેને લઈને ત્રણ જિલ્લાની પોલીસને બોલાવવી પડી હતી અને ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે 12 કલાક સુધી દબાણો દૂર કરવાની કામગીરી ચાલી હતી. તેમજ મોરબીમાં રાતભર પોલીસ પેટ્રોલિંગ ચાલ્યું હતું. દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ હતી, હાઇકોર્ટમાં કેસ ચાલ્યા બાદ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.


મોરબીમાં મણીમંદિર પાસેનું ધાર્મિક દબાણ હટાવાયું

મોરબીમાં મણીમંદિર પાસેનું ધાર્મિક દબાણ હટાવાયું છે, ગઈકાલે દબાણ દૂર કરતી વખતે સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો અને તેને લઈ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ જામનગર જિલ્લામાંથી 700 પોલીસ જવાનોનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરાયું હતુ, હાઈકોર્ટમાં કેસ એબેટ થયાં બાદ કલેક્ટર અને આર એન્ડ બી વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઈ હતી.


મંદિર પાસેનું  ધાર્મિક દબાણ તોડી પડાયું

આ સમગ્ર ઘટનામાં મંદિર પાસેની ગેરકાયદેસર દબાણ પણ તોડી પડાયું છે, આ દરગાહ તોડી પાડવા માટે અગાઉ કલેકટરને પણ રજૂઆત કરવામાં આવી હતી. આ દબાણના ડિમોલિશન દરમિયાન આશરે 300થી વધુ યુવકોના ટોળાએ ટોળાએ પોલીસ વાહનો પર પથ્થરમારો કર્યો હતો. દબાણ તોડી પાડ્યા બાદ કાટમાળ તાત્કાલિક હટાવવા માટે 25 જેટલા ડમ્પર પણ તૈનાત કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application