તા.૧૭ ફેબ્રુઆરીના રોજ નભોમંડળમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણની ખગોળીય ઘટના સર્જાઇ હતી, જે ભારતમાં દેખાઈ ન હતી, તેમ છતાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા નગરજનોને સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણ નું લાઈવ પ્રસારણ બતાવવા માટે મ્યુનિ. ટાઉનહોલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, અને ગુજ કોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર -ધ્રોળ અને ખગોળ મંડળ જામનગર તેમજ રંગતાળી ગ્રુપ દ્વારા લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે નિદર્શનના કાર્યક્રમમાં કંકણા કૃતિ સૂર્યગ્રહણ એટલે કે રીંગ ઓફ ફાયરની ઘટનાનું લાઈવ પ્રસારણ નિહાળીને અનેક વિદ્યાર્થીઓ સહિતના ખગોળપ્રેમીઓ અભિભૂત થયા હતા, અને આ ઘટનાને તાળીઓથી વધાવી લીધી હતી.
ગ્રહણ એટલે શું ? તેના પ્રકાર પર પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન, ગ્રહોની રસપ્રદ વાતો, હાથવગા સાધનો જેવાકે પીનહોલ કેમેરા, બોક્સ કેમેરા, ફિલ્ટર, મિરર ઇમેજ, ગ્રહણ ચશ્માનું નિદર્શન કેન્દ્રના ડો સંજય પંડ્યા દ્વારા કરાવવામાં આવ્યું હતું.
કંકણાકૃતિ સૂર્યગ્રહણનો પ્રારંભ બપોરે ૩.૪૫ વાગ્યા બાદ થયો હતો અને પાંચ વાગ્યા ને ૧૪ મિનિટે સંપૂર્ણ સૂર્ય ચંદ્રની પાછળ ઢંકાયો હતો, અને કંકણાકૃતિ એટલે કે બંગડી પ્રકારનો પ્રકાશિત સૂર્ય દેખાયો હતો. જે રિંગ ઓફ ફાયરના નિદર્શનનો ટાઉનહોલમાં ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓ અને ખગોળ પ્રેમીઓએ ભરપૂર લાભ લીધો હતો, અને કંકણાંકૃતિ સૂર્યગ્રહણની ઘટનાના સાક્ષી બન્યા હતા.

ગઈકાલે તા ૧૭ ફેબ્રુઆરી ના રોજ વર્ષ ૨૦૨૬ નું પ્રથમ સૂર્ય ગ્રહણનું સેટેલાઈટ દ્વારા જીવંત પ્રસારણ પડદા ઉપર દર્શાવવાની વ્યવસ્થા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી મ્યુનિ. ટાઉનહોલ ખાતે કરવામાં આવી હતી. જેમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ આપણે ત્યાં પ્રત્યક્ષ દેખાવાનું ન હોવાથી ખગોળ મંડળ, રંગતાલી ગ્રૂપ તથા ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ. ડી. મહેતા જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર- ધ્રોલ દ્વારા ટાઉનહોલના વિશાળ એલ.ઇ.ડી. સ્ક્રીન પર લાઇવ ટેલિકાસ્ટ થી આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ બતાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.જ્યાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ એટલે કે પરીંગ ઓફ ફાયરથની ઘટના નિહાળીને સર્વે અભિભૂત થયા હતા.
આ નિદર્શન કાર્યક્રમ દરમ્યાન સૂર્ય ગ્રહણ તથા ચંદ્ર ગ્રહણના પ્રકારો
સૂર્ય તથા ચંદ્ર ની માહિતી, ગ્રહણ થવા ના કારણો વગેરે માહિતી કિરીટભાઇ શાહ દ્વારા આપવામાં આવી હતી, જ્યારે ભુતકાળમાં થયેલા ગ્રહણો, ગ્રહણ દરમ્યાન થયેલ શોધ, ગ્રહણ દરમ્યાન વાતાવરણ માં થતા ફેરફારો વગેરે માહિતી અમિત વ્યાસ દ્વારા આપવામાં આવી હતી. જ્યારે ડો. સંજયભાઈ પંડ્યા દ્વારા સૂર્ય માળા ના ગ્રહો, સૂર્ય ગ્રહણ ને પ્રત્યક્ષ સલામત જોવાના હાથ વગા સાધનો ની વિગત તથા કંકણાકૃતિ સૂર્ય ગ્રહણનું પડદા ઉપર નિદશેન તથા લાઇવ કોમેન્ટ્રી તથા અવકાશમાં ગુત્વાકર્ષણ ની ગેરહાજરી માં દૈનિક ક્રિયાઓ ની માહિતી આપવામાં આવી હતી. જ્યારે તારાઓના અંતર માપવા ની જુદી જુદી રીતો ની માહિતી કિરીટભાઇ વ્યાસ દ્વારા આપવામાં આવી હતી, જેથી વિધાર્થીઓ સહિતના ખગોળ પ્રેમીઓ અભિભૂત થયા હતા.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી, નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, ઉપરાંત મહાનગરપાલિકાના આસી. કમિશનર મુકેશભાઈ વરણવા અને ડે. ઈજનેર મુકેશ ગોસાઈ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓના પ્રયાસોથી આ રિંગ ઓફ ફાયરના નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન પરશોતમભાઈ કકનાણીના પ્રયાસોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ માટેના નિદર્શન કાર્યક્રમ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેઓની સાથે જામનગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા સહિતના અગ્રણીઓ, અને મહાનુભાવો ઉપરાંત ખગોળ પ્રેમીઓ આ નિદર્શન કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમનો પણ આ કાર્યક્રમના સંદર્ભમાં શુભેચ્છા સંદેશો સાંપડ્યો હતો, અને તેઓએ આયોજક સંસ્થાને આવા કાર્યક્રમો કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ ખગોળીય નિદર્શન માટે ધ્રોલના એમ.ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્રના ડો. સંજય પંડ્યાની સાથે પંકજભાઈ ડાંગર, અને રવિભાઈ ધ્રાંગધરીયા જોડાયા હતા. ઉપરાંત જામનગર ખગોળ મંડળના સહયોગી એવા દિપાલી બેન પંડ્યા, કલ્પેશ સરેલીયા, દીપાબેન સોની, નિલેશભાઈ પડિયા, કપિલભાઈ સંઘવી તથા સ્મિતાબેન ભાટીયા વગેરેએ હાજરી આપી હતી.