જુનિયર એનટીઆરની ફિલ્મ 'દેવરા-પાર્ટ 1'એ બોક્સ ઓફિસ પર દબદબો જમાવ્યો છે. આ ફિલ્મ દરરોજ ઘણી કમાણી કરી રહી છે અને અન્ય ફિલ્મોના રેકોર્ડ તોડી રહી છે. 'દેવરા - પાર્ટ 1' ગયા મહિને 27મી સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેણે શાનદાર ઓપનિંગ કર્યું હતું. હવે આ ફિલ્મ રિલીઝ થયાને 8 દિવસ થઈ ગયા છે અને તેણે રિતિક રોશનની ફિલ્મ 'ફાઈટર'ને માત આપી દીધી છે.
જો આપણે સકનિલ્કના આંકડાઓ પર નજર કરીએ તો દેવરા પાર્ટ 1 એ પ્રથમ દિવસે ઘરેલુ બોક્સ ઓફિસ પર 82.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે બીજા દિવસે 38.2 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 39.9 કરોડ રૂપિયા, ચોથા દિવસે 12.75 કરોડ રૂપિયા અને પાંચમાં દિવસે 14 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. છઠ્ઠા દિવસે પણ દેવરા પાર્ટ 1 એ કુલ 21 કરોડ રૂપિયા અને સાતમા દિવસે 7.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આઠમા દિવસના પ્રાથમિક આંકડા પણ સામે આવ્યા છે.
2024ની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'દેવરા - પાર્ટ 1' એ આઠમા દિવસે અત્યાર સુધીમાં 2.13 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર કુલ 217.73 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ કલેક્શન સાથે જુનિયર એનટીઆરની ફિલ્મે હૃતિક રોશન સ્ટારર 'ફાઇટર'ના લાઇફટાઇમ કલેક્શનને પાછળ છોડી દીધું છે. આ વર્ષે સ્ક્રીન પર રિલીઝ થયેલી ફિલ્મ ફાઇટરએ ભારતમાં કુલ 212.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 'ફાઈટર'નો રેકોર્ડ તોડીને 'દેવરા - પાર્ટ 1' હવે આ વર્ષની (2024) ચોથી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech