BREAKING NEWS

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ચોટીલાની મુલાકાતે

  • October 15, 2026 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ  સંઘવી આજે તા. ૧૫ ઑક્ટોબર ના રોજ ચોટીલાની મુલાકાતે આવી રહ્યા છે. તેમના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત ચામુંડા માતાજીના પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સ્વાગત કાર્યક્રમ, ધ્વજાપૂજન વિધિ, ડુંગર પર આવેલા ચામુંડા માતાજીના મંદિર ખાતે ધ્વજાપૂજન અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાશે.
પ્રવાસ કાર્યક્રમ અનુસાર, સવારે ૧૧:૧૫ કલાકે તેઓ અમદાવાદ એરપોર્ટ થી વિમાન મારફતે હિરાસર જવા રવાના થશે. બપોરે ૧૨:૩૦ કલાકે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, હિરાસર ખાતે આગમન થશે. ત્યારબાદ બપોરે ૧૨:૪૦ કલાકે રાજકોટ એરપોર્ટથી ચામુંડા માતાજી મંદિર, ચોટીલા જવા પ્રસ્થાન કરશે.
બપોરે ૧:૧૦ કલાકે ચોટીલાના તળેટી ખાતે ચામુંડા માતાજીના મંદિરે આગમન અને સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય સુરેન્દ્રનગરના કલેક્ટર  જી. એચ. સોલંકી, તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, સહિત અનેક આઈ એસ અને આઈ પી એસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ બપોરે ૧:૨૦ કલાકે તળેટી ખાતે ધ્વજપૂજન વિધિ યોજાશે. બપોરે ૧:૩૫ કલાકે તેઓ ચોટીલા ડુંગર ઉપર જવા પ્રસ્થાન કરશે. બપોરે ૨:૦૫ કલાકે ડુંગર ઉપર આવેલા ચામુંડા માતાજીના મંદિર ખાતે ધ્વજપૂજન વિધિ, ધ્વજારોહણ તથા મંદિર પરિસરમાં પોલીસ પરિવારના ગરબામાં ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે ૨:૨૫ કલાકે ડુંગર પરથી નીચે આવવા પ્રસ્થાન કરશે અને બપોરે ૨:૪૦ કલાકે તળેટી ખાતે આગમન કર્યા બાદ ચોટીલા પોલીસ સર્કિટ હાઉસ જવા રવાના થશે.
નાયબ મુખ્યમંત્રીનો આ પ્રવાસ દર વર્ષે પોલિસ પરિવાર દ્વારા ચામુંડા માતાજીને ધજા ચડાવાય છે જેને અનુલક્ષીને આવી રહ્યા છે. ત્યારે  અધિકારીઓ દ્વારા કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી રહેલ છે.
નાયબ મુખ્યમંત્રી ના કાર્યક્રમ ને લઈ ને ચોટીલા હાઇવે અને તળેટી અને ડુંગર સહિત  ૨૫૦ થી વધુ ખાખી કર્મીઓનો ચાપતો બંદોબસ્ત મુકવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application