BREAKING NEWS

વડોદરા શહેર પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ધાટન કર્યું, ડીજીપી કે. એલ. એન. રાવે નિરીક્ષણ કર્યું

  • March 21, 2026 02:29 PM 

વડોદરા શહેર પોલીસ કક્ષાના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું. ગુજરાત પોલીસના સ્માર્ટ પોલીસિંગ અંતર્ગત નેત્રમ પ્રોજેક્ટ હેઠળ પોલીસ ભવનના સાતમા માળે સિટી લેવલનું આ આધુનિક સેન્ટર બનાવવામાં આવ્યું છે. 


વડોદરા શહેરની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી સીધા પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા અને અહીં તેમને ડીજીપી કે. એલ. એન. રાવ અને શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા આવકારવામાં આવ્યા હતા. શહેર પોલીસની એક ટૂકડી દ્વારા નાયબ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. 


બાદમાં આ મહાનુભાવો દ્વારા તક્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરએ વડોદરા શહેર પોલીસ દ્વારા આધુનિક ટેક્નોલોજીના વિનિમયથી ક્રાઇમ ડિટેક્શન, મહત્વના તહેવારોમાં બંદોબસ્ત, સંસાધનો અંગેની માહિતી પ્રસ્તુત કરી હતી. 


ત્યારબાદ મહાનુભાવો દ્વારા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. અહીં સીસીટીવી કેમેરા થકી વડોદરા શહેરમાં સુરક્ષા-ટ્રાફિકની દ્રષ્ટિએ કેવી રીતે નજર રાખવામાં આવી રહી છે? તે બાબતોની રસપ્રદ જાણકારી સંઘવીએ અત્રેથી મેળવી હતી. તેમણે સુરક્ષા પ્રણાલીમાં આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા સૂચન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ વિઝીટ બૂકમાં પોતાની નોંધ લખી શહેર પોલીસ કમિશનરએ સુપ્રત કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application